Ex WPC Purnima Raval

લંડનમાં લિબિયન એમ્બેસીની બહાર વિરોધ પ્રદર્શન દરમિયાન એમ્બેસીમાંથી કરવામાં આવેલ ગોળીબારમાં મોતને ભેટેલા મહિલા પોલીસ કોન્સ્ટેબલ ઇવોન ફ્લેચરની હત્યાની 40મી વર્ષગાંઠ પ્રસંગે 40મી મેમોરિયલ સર્વિસનું આયોજન 17 એપ્રિલના રોજ સેન્ટ જેમ્સ સ્ક્વેર, લંડન, SW1 ખાતે સલારે 10-00 કલાકે કરવામાં આવેલ છે.

લંડનમાં લિબિયન એમ્બેસીની બહાર લિબિયાના નેતા મુઅમ્મર ગદ્દાફી વિરુદ્ધ પ્રદર્શન માટે દેખરેખ રાખવા તૈનાત કરાયેલા મેટ્રોપોલિટન પોલીસ ઓફિસર યવોન ફ્લેચરની 17 એપ્રિલ 1984ના રોજ એક અજાણ્યા બંદૂકધારીએ ગોળીબાર કરીને જીવલેણ ઇજા કરી હતી. ઘાયલ થયેલા ફ્લેચરનું થોડા સમય બાદ તેમનું અવસાન થયું હતું. તેણીના મૃત્યુના પરિણામે દૂતાવાસની અગિયાર દિવસની ઘેરાબંધી કરવામાં આવી અને અંતે અંદર રહેલા લોકોને દેશમાંથી હાંકી કાઢવામાં આવ્યા અને યુનાઇટેડ કિંગડમે લિબિયા સાથે રાજદ્વારી સંબંધો તોડી નાખ્યા હતા.

ઇવોન મૃત્યુ પામ્યા ત્યારે તેમની વય માત્ર 25 વર્ષની હતી. નિર્દયતાથી હત્યા કરવામાં આવેલ ઇવોનના આત્માની શાંતિ આર્થે પોલીસ અઘિકારીઓ અના નાગરીકો દ્વારા દર વર્ષે પ્રાર્થના કરવામાં આવે છે. નજીકનું રેલવે સ્ટેશન પિકાડિલી સર્કસ છે.

આ મેમોરિયલ સર્વિસમાં 1000 કરતા વધુ નિવૃત્ત અને સેવા આપતા પોલીસ અધિકારીઓ, સંસદસભ્યો, કુટુંબીજનો, મિત્રો, LAS અને મેટ પોલીસ સેરેમોનિયલ યુનિટ્સ, સ્કોટિશ પાઇપર બેન્ડના સભ્યો ભાગ લેનાર છે. મેટ્રોપોલિટન પોલીસ વિમેન્સ એસોસિએશનના સભ્યો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવશે.

ભૂતપૂર્વ પીસી જ્હોન મરે લિબિયન એમ્બેસીમાં ઇવોન સાથે હતા અને તેઓ ઇવોનને ન્યાય અપાવવા અને ગુનેગારોને યુકેમાં ક્રિમિનલ કોર્ટમાં ન્યાય અપાવવા માટે અથાક લડત આપી રહ્યા છે. તેમણે તે સમયે ઇવોનને વચન આપ્યું હતું કે તે ક્યારેય હાર નહીં માને.

LEAVE A REPLY