સૌથી લાંબા સમય સુધી રાણી તરીકે રાજ કરવાનો વર્લ્ડ રેકોર્ડ પણ તેમના નામે બન્યો છે. રાણી તરીકે મહારાણી એલિઝાબેથનો રાજ્યાભિષેક તા. ૬ ફેબ્રુઆરી, ૧૯૫૨ના રોજ થયો હતો. તેમના મૃત્યુ સુધી એટલે કે ૮ સપ્ટેમ્બર, ૨૦૨૨ સુધી તેમણે યુકે અને કોમનવેલ્થના કુલ ૩૨ દેશો પર તેમની સત્તા હતી, એમાંથી તેમના મૃત્યુ વખતે પણ ૧૫ દેશો પર તેમની સત્તા ચાલતી હતી. બ્રિટન પર રાણીએ ૭૦ વર્ષ અને ૨૧૪ દિવસ રાજ કર્યું હતું.
ફ્રાન્સના કિંગ લુઈ-૧૪માનો સૌથી વધુ ૭૨ વર્ષ સુધી શાસન કરવાનો રેકોર્ડ છે. કિંગ લુઈ-૧૪મા ૧૪મી મે, ૧૬૪૩માં રાજા બન્યા હતા અને તેમના મૃત્યુ સુધી તા. ૧ સપ્ટેમ્બર, ૧૭૧૫ સુધી રાજા રહ્યા હતા. સૌથી વધુ સમય સુધી શાસન કરનાર મોનાર્ક તરીકે રાણી એલિઝાબેથમો બીજો ક્રમ છે.