સાય-ફાઇ ડિઝાસ્ટર ફિલ્મ ધ ડે આફ્ટર ટુમોરોમાં જેમ બતાવ્યું હતું તેમ સમુદ્રના પ્રવાહના પતનથી રાતોરાત શહેરો નવા હિમયુગમાં ડૂબી ગયા હતા તેવી જ રીતની વૈશ્વિક કુદરતી આફત આ સદીમાં આવી શકે છે એવી આબોહવા નિષ્ણાતોએ ચેતવણી આપી છે.
વૈજ્ઞાનિકોએ હવે સૂચવ્યું છે કે એટલાન્ટિક પ્રવાહોની સમાન સિસ્ટમ સદીના મધ્યમાં તરત જ તૂટી શકે છે જે યુરોપ માટે “ગંભીર” પરિણામો લાવી શકે છે. સંશોધકો વર્ષોથી ચેતવણી આપી રહ્યા છે કે માનવતાના વધતા CO2 ઉત્સર્જનથી એટલાન્ટિકની સ્થિતી બદલાઇ રહી છે. એમોક એક એવો મુખ્ય સમુદ્ર પ્રવાહ છે જે વિશ્વની આબોહવાને નિયંત્રિત કરે છે અને બ્રિટનને વધુ ગરમ રાખે છે. યુનિવર્સિટી ઓફ કોપનહેગનની ટીમે મોડેલિંગનો ઉપયોગ કરીને તપાસ કરતાં જણાયું છે કે તેનો પ્રવાહ 2057 સુધીમાં તૂટી જવાની નજીક હોઈ શકે છે. તે અગાઉ વિચાર્યું હતું તેના કરતાં વહેલું થઈ શકે છે. આમ થવાથી પ્રાદેશિક હવામાનની પેટર્નમાં અચાનક ફેરફાર થવાની સંભાવના છે, અને ઇકોસિસ્ટમ્સ અને માનવ પ્રવૃત્તિઓ પર મોટી અસર થઇ શકે છે.