ભારત સામે 24 ઓક્ટોબર એટલે કે રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આયોજિત T20 વર્લ્ડ કપની મહત્ત્વની મેચ પહેલા પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ટીમની જાહેરાત કરી છે. બાબર આઝમ ટીમના કેપ્ટન છે, જયારે સિનિયર ઓલરાઉન્ડર શોએબ મલિકને પણ સ્થાન મળ્યું છે. ઝડપી બૉલરની કમાન હસન અલી અને શાહીન અફ્રિદી સંભાળશે જ્યારે બેટિંગમાં આઝમની સાથે ફઝર જમાં, મોહમ્મદ રિઝવાન અને મોહમ્મદ હફીઝ પર જવાબદારી હશે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યાર સુધીમાં કુલ 5 વખત ટક્કર થઈ છે. જે તમામ મેચ ઈન્ડિયા જીત્યું છે. અહીં નોંધનીય છે કે વર્ષ 2007માં રમાયેલા પ્રથમ T20 વર્લ્ડ કપમાં એમએસ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. જેમાં ભારત ચેમ્પિયન બન્યું હતું.
ભારત અને પાકિસ્તાન બે વર્ષ બાદ પ્રથમ વખત આમને સામને થશે. 2019ના વર્લ્ડ કપ બાદ બંને ટીમો આમને સામને થઈ નથી. ઈતિહાસ જોઈએ તો વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે ભારત અજેય રહ્યું છે. ટી20 વર્લ્ડ કપ કે પછી વન-ડે વર્લ્ડ કપ હોય પરંતુ ભારત સામે પાકિસ્તાન ક્યારેય જીતી શક્યું નથી. આઈસીસીની ટુર્નામેન્ટમાં પાકિસ્તાન ભારત સામે ફક્ત ત્રણ વખત જ જીત્યું છે. આ ત્રણેય વિજય તેને ચેમ્પિયન્સ ટ્રોફીમાં મળ્યા છે. છેલ્લે પાકિસ્તાને 2017ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં ભારતને પરાજય આપ્યો હતો.
પાકિસ્તાનની ટીમ
બાબર આઝમ (કેપ્ટન), આસિફ અલી, ફખર જમાં, હૈદર અલી, મોહમ્મદ રિઝવાન, ઈમાદ વસીમ, મોહમ્મદ હફીઝ, શાદાબ ખાન, શોએબ મલિક, હારિસ રાઉફ, હસન અલી, શાહીન શાહ અફ્રિદિ.
ઈન્ડિયાની ટીમ
વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, શાર્દુલ ઠાકુર, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી. રીઝર્વ પ્લેયર- શ્રેયસ ઐય્યર, દીપક ચહર, અક્ષર પટેલ.