કોરોનાને પગલે વિશ્વમાં અત્યાર સુધીમાં 55 લાખ 57 હજાર 423 લોકો સંક્રમિત છે. જ્યારે 23 લાખ 33 હજાર 252 લોકો સાજા થઈ ગયા છે. જોકે મોતનો આંકડો 3 લાખ 48 હજાર 313 થયો છે. જાપાને સોમવારે બે મહત્વના નિર્ણય લીધા. પહેલો-એક મહિનાથી જારી નેશનલ ઈમર્જન્સી હટાવવામાં આવી છે. બીજો-મુસાફરીને લગતો પ્રતિબંધ જારી રહેશે.
ભારત સહિત 111 દેશનો તેમા સમાવેશ થાય છે. જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ દેશમાંથી ઈમરજન્સી હટાવવાની જાહેરાત કરી હતી.જોકે જાપાનના નાગરિક કેટલીક શરતો સાથે પરત ફરી શકે છે. વિશ્વભરમાં જ્યારે કોરોના સંક્રમણના કેસ 55 લાખને પાર કરી ચુક્યા છે ત્યારે અમેરિકાએ લોકડાઉનમાં રાહત આપી છે. આ સંજોગોમાં સંક્રમણનું જોખમ વધી ગયું છે.
કોરોનાથી અમેરિકા બાદ બ્રાઝીલ સૌથી વધારે અસરગ્રસ્ત છે. આ સંજોગોમાં અમેરિકાએ બ્રાઝીલથી આવનારા યાત્રીઓ પર પ્રતિબંધ મુક્યો છે.બ્રાઝીલમાં સંક્રમણના મામલા 3 લાખ 65 હજાર 213 થઈ ગયા છે. જ્યારે 22 હજાર 746 લોકોના મોત થઈ ચૂક્યા છે. અહીં એક દિવસમાં સંક્રમણના 16 હજાર 220 મામલાઓ પ્રકાશમાં આવ્યા છે, જ્યારે 703 લોકોના મોત થયા છે.
અમેરિકામાં એક જ દિવસમાં 638 લોકોના મોત થયા છે. દેશમાં મરનારાઓની સંખ્યા 99 હજાર 300 થઈ છે. અહીં સંક્રમિતોની સંખ્યા 16 લાખ 86 હજાર 436 થઈ છે. જ્યારે ન્યુયોર્કમાં સંક્રમણના 3 લાખ 71 હજાર 193 કેસ થઈ ચૂક્યા છે. અમેરિકા બ્રાઝીલને 1000 વેન્ટિલેટર્સ ડોનેટ કરી રહ્યું છે. અમેરિકાની સરકારે કહ્યું છે કે ઝડપથી ડિફેન્સ અને બિઝનેસમાં બંને દેશો વચ્ચેની પાર્ટનરશીપને વધુ મજબુત કરવામાં આવશે.