વિશ્વભરમાં કોરોના વાઈરસના અત્યાર સુધીમાં 97.31 લાખ કેસ નોંધાયા છે. 4.92 લાખ લોકોના મોત થયા છે. 52.65 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. રશિયામાં સંક્રમિતોની સંખ્યા છ લાખને પાર પહોંચી ગઈ છે. અહીં 8 હજારથી વધારે લોકોના મોત થયા છે.
જ્યારે 61% લોકો એટલે કે 3 લાખ 75 હજાર 164 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં અત્યાર સુધીમાં 25 લાખ 4 હજાર કેસ નોંધાયા છે. 1 લાખ 26 હજાર 785 લોકોના મોત થયા છે. 10.52 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
અમેરિકાના સ્વાસ્થ્ય વિભાગે એ જાણકારી આપી છે કે અમેરિકામાં જેટલા કેસ નોંધાયા છે તેનાથી 10 ગણા વધારે લોકો સંક્રમિત છે. સીડીસીએ એક રિપોર્ટમાં જણાવ્યું કે દેશમાં મહામારીથી અત્યાર સુધીમાં લગભગ 23.70 લાખ લોકો સંક્રમિત છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને કહ્યું કે કોરોનાને લઈને જો કોઈ દેશમાં કન્ફ્યુઝન ન હોય તો તેવો દેશ પાકિસ્તાન છે. વિપક્ષે આરોપ લગાવ્યો હતો કે સરકાર કોરોનાને લઈને કન્ફ્યુઝ છે.
પાકિસ્તાનમાં 1 લાખ 92 હજાર 970 લોકો સંક્રમિત છે અને 3903 લોકોના મોત થયા છે.મેક્સિકોમાં 24 કલાકમાં 6104 નવા કેસ નોંધાયા છે. અહીં કુલ પોઝિટિવ કેસ બે લાખથી વઘી ગયા છે. અહીં એક દિવસમાં 736 લોકોના મોત થયા છે. અહીં કુલ મૃત્યુઆંક 25060 થયો છે.બ્રાઝિલમાં 24 કલાકમાં 39483 લોકો સંક્રમિત થયા છે અને 1141 લોકોના મોત થયા છે. અહીં કુલ પોઝિટિવ કેસની સંખ્યા 12 લાખ 28 હજાર 114 થઈ ગઈ છે અને 54 હજાર 971 લોકોના મોત થયા છે.
એક દિવસ પહેલા બ્રાઝીલમાં 40 હજાર કેસ નોંધાયા હતા અને 1185 લોકોના મોત થયા હતા. ચીનના બેઈજિંગમાં 24 કલાકમાં 11 નવા કેસ નોંધાયા છે. ચીનમાં અત્યાર સુધીમાં 83 હજાર 462 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે.ઈઝરાયલમાં એક દિવસમાં 356 નવા કેસ નોંધાયા છે. આ સાથે સંક્રમિતોની સંખ્યા 22,400 થઈ ગઈ છે અને મૃતકોની સંખ્યા 309 થઈ ગઈ છે.