વિશ્વમાં કોરોનાવાયરસના લીધે અત્યાર સુધી 1 કરોડ 16 લાખ 52 હજાર 385 લોકો સંક્રમિત થઇ ચૂક્યા છે. તેમાંથી 65 લાખ 89 હજાર 218 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે. 5 લાખ 38 હજાર 513 લોકોના મોત થયા છે. ઈઝરાયલમાં કોરોના સંક્રમણના વધી રહેલા કેસની સ્થિતિને ધ્યાનમાં રાખી ક્લબ, જીમ અને બાર બંધ કરવા આદેશ કરવામાં આવ્યો છે.
સરકારના નવા આદેશ પ્રમાણે ધાર્મિક સ્થળ પર ફક્ત 19 લોકો જ ભેગા થઈ શકશે. આ ઉપરાંત બંધ રેસ્ટોરન્ટમાં 20 અને ખુલ્લા રેસ્ટોરન્ટમાં 30 લોકોથી વધારે લોકો ભેગા થઈ શકશે નહીં. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે યુરોપિય દેશો સાથે મોતના આંકડાની સરખામણી કરવાનો ઇનકાર કર્યો છે. સૌથી વધુ મોતની સંખ્યામાં મેક્સિકો પાંચમા સ્થાને છે. બોલીવિયાના સ્વાસ્થ્ય મંત્રી ઇડી રોકા કોરોના સંક્રમિત છે.
છેલ્લા ચાર દિવસમાં તેઓ ત્રીજા કેબિનેટ મંત્રી છે જેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. દક્ષિણ આફ્રિકાની એકમાત્ર હિન્દુ પોલિટિકલ પાર્ટીના ફાઉન્ડર અને લીડર જયરાજ બાચૂનું કોરોના સંક્રમણના લીધે નિધન થયું હતું. 75 વર્ષના બાચૂ ડરબનમાં રહેતા હતા.
તેમણે હિન્દુ પોલિટિકલ પાર્ટી અને હિન્દુ યુનિટિ મુવમેન્ટની સ્થાપના કરી હતી. બાચૂ પાંચ દાયકાથી દક્ષિણ આફ્રિકાના રાજકારણમાં સક્રિય હતા. મેક્સિકોના રાષ્ટ્રપતિ એન્ડ્રેસ મેન્યુઅલ લોપેઝ ઓબ્રેડોરે યુરોપિય દેશો સાથે મોતના આંકડાની સરખામણી કરવાનો ઇનકાર કર્યો છે.
મેક્સિકો મોતની સંખ્યા મામલે પાંચમા સ્થાને છે. તેમણે કહ્યું- સ્પેન અને ફ્રાન્સની વસતિ મેક્સિકો કરતા ઓછી છે અને આપણા દેશમાં મરનાર દરેક વ્યક્તિ સ્પેનમાં મરનાર ત્રણ લોકો બરાબર છે. તેથી તેની સરખામણી ન કરી શકાય. મેક્સિકોમાં અત્યારસુધી 30639 લોકોના મોત થયા છે જ્યારે 2.56 લાખ સંક્રમિત થયા છે.
બ્રાઝીલમાં રવિવારે 26 હજાર 51 કેસ સામે આવ્યા હતા અને 602 લોકોના મોત થયા હતા. દેશમાં અત્યારસુધી 16 લાખથી વધુ કેસ નોંધાયા છે. દેશના સૌથી મોટા શહેર સાઓ પાઉલોમાં સંક્રમણ વધી રહ્યું છે. સોમવારથી અહીં બાર, રેસ્તરાં, બ્યૂટી સલૂન અને ક્લિનિક શરૂ થઇ જશે. સ્ટ્રીટ શોપ અને મોલ છ કલાક માટે ખુલશે.