કોરોના સામે છેલ્લા પાંચ મહિનાથી ઝઝુમી રહેલા સમગ્ર વિશ્વને આ ખતરનાક રોગચાળામાંથી કોઈ નોંધપાત્ર રાહત મળી નથી ત્યારે ફરી એક વખત નવા કેસનો વિસ્ફોટ થયો છે. વિશ્વ સ્તરે કોરોનાના એક દિવસના સૌથી વધુ કેસો નોંધાયા હોવાનું વિશ્વ આરોગ્ય સંગઠને જાહેર કર્યું છે. વિશ્વ આરોગ્ય સંગઠનના રીપોર્ટ પ્રમાણે 20 મી મેના રોજ વિશ્વ સ્તરે 1,06,662 નવા કેસો નોંધાયા છે તે અત્યાર સુધીનો નવા કેસનો સીંગલ-ડે રેકોર્ડ છે.
આજે સવારની સ્થિતિએ વિશ્વનાં કોરોના કેસની કુલ સંખ્યા 50,90,161 નોંધાઈ હતી તે ગઈકાલે 50 લાખથી ઓછી હતી. અત્યાર સુધીનો કુલ મૃત્યુ આંક 3,29,732 થયો છે.જયારે 20.24 લાખ લોકો સાજા થઈ ગયા છે. કોરોના મહામારીનાં કહેરની ગતિ દિવસે ને દિવસે ઘટવાને બદલે વધતી જાય છે. હાલ આ મહામારીની ઝપટમાં દુનિયાનાં 50 લાખ 85 હજારથી વધુ લોકો આવી ગયા છે. જેમાંથી 3,26,909 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે અને 19,95,033 થી વધુ લોકો સ્વસ્થ થયા છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ વિશ્વમાં અત્યાર સુધીમાં 50,85,000 થી વધુ લોકો કોરોનાની ઝપટમાં આવી ગયા છે. જયારે 3,26,909 થી વધુ લોકોએ જીવ ગુમાવવા પડયા છે. જોકે દુનિયામાં 19,95,033 થી વધારે લોકો આ બિમારીથી સ્વસ્થ પણ થયા છે. સૌથી વધારે પ્રભાવીત દેશ અમેરિકામાં 93,894 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે જયારે અમેરીકામાં 15,77,936 થી વધુ લોકો કોરોનાની ઝપટમાં આવ્યા છે.બ્રાઝીલમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 147 લોકોનાં મોત નિપજયા છે.
આ સાથે કુલ મૃત્યુની સંખ્યા 18,130 થઈ છે. દેશમાં 2,75,382 લોકો સંક્રમિત થયા છે. સંક્રમણનાં મામલે બ્રાઝીલ દુનિયામાં ચોથા સ્થાને છે.બ્રિટનમાં તો ખરાબ હાલત છે. અહી 2,48,818 દર્દીઓમાંથી 35,341 દર્દીઓનાં મોત થયા છે. સ્પેનમાં 2,78,803 સંક્રમિતોમાંથી 27,778 ના મોત થયા છે. ઈટલીમાં મહામારીથી 2,27,364 થી વધુ લોકો સંક્રમિત થયા છે જયારે 32,330 લોકોએ જીવ ગુમાવ્યા છે. ફ્રાન્સમાં 1,80,909 થી વધુ લોકો સંક્રમિત થયા છે. જયારે 28,022 થી વધુ લોકો મૃત્યુને શરણ થયા છે.
જર્મનીમાં પણ 1,78,170 લોકો સંક્રમિત થયા છે. જયારે 8,213 લોકોના જીવ ગયા છે.મેકસીકોમાં 24 કલાકમાં 334 લોકોમાં મોત થવાની સાથે અહી મૃતકોની સંખ્યા 5666 થઈ છે.આ દરમ્યાન 2,713 નવા કેસોની પુષ્ટિ થઈ છે. જે અત્યાર સુધીમાં એક દિવસમાં સૌથી વધારે છે દેશમાં કુલ કોરોના દર્દીઓની સંખ્યા 54,346 થઈ ગઈ છે.
મૃતકો અને સંક્રમિતોમાં ત્યારે વધારો નોંધાયો જયારે અધિકારીઓએ પ્રતિબંધોમાં છૂટ આપવાની શરૂઆત કરી છે.જાપાનમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 25 નવા કેસ બહાર આવ્યા છે.સરકારી ટેલીવીઝન ચેનલ એનએચકેએ મંગળવારે અધિકૃત આંકડા જાહેર કરતાં જણાવ્યું હતું કે દેશમાં સંક્રમણનાં કેસો 16,367 થઈ ગયા છે અત્યાર સુધીમાં અહી જીવલેણ વિષાણુથી 768 લોકોના મોત થયા છે.દેશમાં કોરોનાગ્રસ્ત 213 દર્દીઓની નાજુક સ્થિતિ છે. જયારે અત્યાર સુધીમાં 11,564 દર્દીઓ સ્વસ્થ થયા છે.