વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 44.29 લાખથી વધારે કેસ નોંધાયા છે. જેમાં 2.98 લાખથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે. 16.59 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.ન્યૂઝીલેન્ડમાં સતત ત્રીજા દિવસે કોઈ નવો કેસ નોંધાયો નથી. અર્થવ્યવસ્થાને ખોલવા માટે બુધવાર મધરાતથી દેશમાં પ્રતિબંધોમાં રાહત આપીને લોકડાઉનને લેવલ-2 કરી દીધું છે.
દેશમાં સંક્રમણના 1497 કેસ નોંધાયા છે. 21 લોકોના મોત થયા છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં 2.22 લાખ કેસ નોંધાયા છે. જેમાં 31 હજારથી વધારે લોકોના મોત થયા છે. બુધવારે અહીં 195 લોકોના મોત થયા છે. અર્થવ્યવસ્થાને પાટા ઉપર લાવવા માટે 55 અબજ યુરો (59.6 અબજ ડોલર)ના આર્થિક પેકેજના પ્રસ્તાવને મંજૂર કરાયો છે. પ્રધાનમંત્રી ગિઉસેપ કોંજેએ કહ્યું કે આ પેકેજ બે બજેટની જાહેરાત બરાબર છે.
અમે જાણીએ છીએ કે દેશને તેની રાહ હતી. મોસ્કોમાં 24 કલાકમાં કોરોના વાઈરસથી 58 લોકોના મોત થયા છે, આ સાથે અહીં મૃત્યુઆંક 1290 થયો છે. રશિયામાં કુલ 2.42 લાખ કેસ નોંધાયા છે અને 2200 લોકોએ જીવ ગુમાવ્યા છે.મોસ્કોમાં 24 કલાકમાં કોરોના વાઈરસથી 58 લોકોના મોત થયા છે, આ સાથે અહીં મૃત્યુઆંક 1290 થયો છે. રશિયામાં કુલ 2.42 લાખ કેસ નોંધાયા છે અને 2200 લોકોએ જીવ ગુમાવ્યા છે.