વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.87 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.88 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.54 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.સ્પેનની સૌથી વૃદ્ધ મહિલા (113 વર્ષ) મારિયા બ્રાયન્સ હવે સ્વસ્થ્ય છે. તેમઓ એપ્રિલ મહિનામાં અન્ય એક મહિલા સાથે સંક્રમિત થઈ ગયા હતા.
બ્રાયન્સને હવે હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે ત્યારે સ્ટાફે બહાર આવીને તાલીઓથી તેમનું સ્વાગત કર્યું હતું. અહીં મરનારની સંખ્યા 40 હજારને પાર થઈ ગયો છે. તે પૈકી 10 હજાર એવા લોકો છે કે જે કેર હોમ્સમાં રહેતા હતા. સરકારે એક નિવેદનમાં કહ્યું છે કે 9 મે સુધીમાં 35 હજાર મોત ઈગ્લેન્ડ અને વેલ્સમાં થઈ છે.
બ્રિટનના કુલ આંકડા 40 હજાર 11 થયા છે. બ્રિટન હવે યુરોપના સૌથી વધારે સંક્રમણ પ્રભાવિત દેશ છે. ઈટાલીમાં 30 હજાર 739, સ્પેનમાં 26 હજાર 744 અને ફ્રાંસમાં 26 હજાર 604 લોકોના મોત થયા છે.સંક્રમણના કેસની બાબતમાં ઈટાલી 2.19 લાખ કેસ સાથે પાંચમાં નંબરે જતું રહ્યું છે, જ્યારે 2.32 લાખ કેસ સાથે રશિયા ત્રીજા નંબરે આવી ગયું છે.
જ્યારે ચીન 11માં નંબરે અને ભારત 12 નંબરે પહોંચી ગયું છે. ચીન અને ભારત વચ્ચે 12 હજાર કેસનું અંતર છે. પાકિસ્તાનમાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે અને તે 19માં નબરે પહોંચી ગયું છે. અમેરિકામાં 13.85 લાખ કેસ અને સ્પેનમાં 2.68 લાખ કેસ નોંધાયા છે.
ચીનના વુહાનથી ગત ડિસેમ્બર મહિનાથી કોરોના મહામારીની શરૂઆત થઈ હતી. ત્યારે ચીન સરકારે એક મહત્વકાંક્ષી પ્લાન તૈયાર કર્યો છે. જેમાં વુહાન સિટીમાં રહેતા તમામ લોકોના ટેસ્ટ કરવાનો પ્લાન તૈયાર કરાયો છે. ચીનના ડિજીટલ મીડિયા રિપોર્ટ મુજબ આ વિસ્તારના 1.10 કરોડ લોકોના 10 દિવસમાં ટેસ્ટ કરાશે. ચીનના ઘણા હેલ્થ અધિકારીઓ કહી રહ્યા છે કે આ અશક્ય અને ખૂબ જ મોંઘુ હશે.
વુહાન યુનિવર્સિટીના ડાયરેક્ટર કહ્યુ હતું કે સિટીના લગભગ 50 લાખ લોકોએ તો ટેસ્ટ કરાવી લીધો છે અને અમે 10 દિવસમાં બાકીના 60થી 80 લાખ લોકોના ટેસ્ટ કરવા માટે સક્ષમ છીએ. વુહાનમાં છેલ્લા સપ્તાહમાં છ કેસ નોંધાતા આ એહેવાલ આવી રહ્યા છે.
ચીનમાં કુલ 82 હજાર 919 કેસ નોંધાયા છે અને 4633 લોકોએ જીવ ગુમાવ્યા છે. ચીનમાં હાલ 115 એક્ટિવ કેસ છે.બ્રાઝીલમાં 24 કલાકમાં પાંચ હજારથી વધારે કેસ બ્રાઝીલમાં 24 કલાકમાં પાંચ હજાર 632 કેસ નોંધાયા છે અને 396 લોકોના મોત થયા છે. દેશમાં મરનાર લોકોની સંખ્યા 11 હજારથી વધારે થઈ ગઈ છે. 1.69 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે.