વિશ્વમાં કોરોનાવાઈરસથી અત્યાર સુધીમાં 4 લાખ 35 હજાર 177 લોકોના મોત થયા છે. સંક્રમિતોનો આંકડો 79 લાખ 84 હજાર 432 થયો છે. અત્યાર સુધીમાં 41 લાખ 4 હજાર 373 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. પાકિસ્તાનમાં કોરોનાવાઈરસના કેસ ઝડપથી વધી રહ્યાં છે. અહીં છેલ્લા 24 કલાકમાં 5248 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે.
જ્યારે 97 લોકોએ જીવ ગુમાવ્યો છે. પાકિસ્તાનના મંત્રી અસદ ઉમરે કહ્યું છે કે અહીં જૂનના અંત સુધીમાં 3 લાખ અને જુલાઈના અંત સુધીમાં સંક્રમિતોનો આંકડો 12 લાખ થાય તેવી શકયતા છે. પાકિસ્તાનમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1 લાખ 44 હજાર 676 થઈ છે. જ્યારે 2729 લોકોએ જીવ ગુમાવ્યો છે.
ચીનની રાજધાની બીજિંગમાં રવિવાર સુધીમાં 3 દિવસમાં 57 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. હાલ 10 શહેરોના પ્રશાસને તેમના નાગરિકોને કહ્યું છે કે અગામી આદેશ સુધી તેઓ બીજિંગ જવાનું ટાળે. રાજધાનીના ત્રણ મોટા હોલસેલ માર્કેટને પહેલા જ બંધ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં બ્રાઝીલમાં 612 લોકોના મોત થયા છે. દેશમાં મૃત્યુ પામનારાઓનો આંકડો 43 હજાર 332 થઈ ગયો છે. બ્રાઝીલની હેલ્થ મિનિસ્ટ્રીએ રવિવારે રાતે જણાવ્યું કે કુલ 17 હજાર 110 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. હવે સંક્રમિતોની સંખ્યા 8 લાખ 67 હજાર 624 થઈ ગઈ છે. હેલ્થ મિનિસ્ટ્રી નવી ગાઈડલાઈન્સ બહાર પાડે તેવી શકયતા છે. તેમાં શહેરોમાં ભીડ ઓછી કરવાનો ઉપાય સામેલ કરવામાં આવી શકે છે.
ઈઝરાયલમાં રવિવારે 83 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. કુલ સંક્રમિતોની સંખ્યા 19 હજાર 55 થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદનમાં આ માહિતી આપી છે. નિવેદનના જણાવ્યા મુજબ, હોસ્પિટલમાં દાખલ 133 દર્દીઓમાંથી 33ની સ્થિતિ ગંભીર છે. આ દરમિયાન 18 દર્દી સ્વસ્થ થયા છે. સાજા થનારા દર્દીઓની સંખ્યા 15 હજાર 375 થઈ છે. અહીં 3 હજાર 380 એક્ટિવ કેસ છે.
ચિલીમાં અત્યાર સુધીમાં 1 લાખ 74 હજાર 293 કેસ પ્રકાશમાં આવ્યા છે. 3 હજાર 323 દર્દીઓના મોત થયા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ એક દિવસમાં લગભગ 6 હજાર 938 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન વધુ 222 દર્દીઓના મોત થયા છે. હાલ 1 હજાર 465 દર્દીઓ વેન્ટીલેટર પર છે. 399 લોકોની સ્થિતિ ગંભીર છે.
પાકિસ્તાનમાં રવિવારે 6 હજાર 825 નવા કેસ પ્રકાશમાં આવ્યા છે. આ દરમિયાન 80થી વધુ લોકોના મોત થયા છે. દેશમાં 1 લાખ 39 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. હેલ્થ મિનિસ્ટ્રીના જણાવ્યા મુજબ અહીં અત્યાર સુધીમાં 2 હજાર 632 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે અત્યાર સુધીમાં 51 હજાર 735 લોકો સાજા થયા છે.