વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં 74.59 લાખ કેસ નોંધાયા છે. જેમાં 4.19 લાખ લોકોના મોત થયા છે. 37.78 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. મહામારી વચ્ચે શ્રીલંકામાં ફરી એકવાર સંસદીય ચૂંટણીને સ્થિગિત કરાય છે. આ ચૂંટણી 20 જૂને યોજાવાની હતી. હવે તે 5 ઓગસ્ટે થશે. મેક્સિકોમાં 24 કલાકમાં 708 લોકોના મોત થયા છે. દેશમાં મૃત્યુઆંક 15 હજાર 357 થયો છે.
અમેરિકા અત્યાર સુધીમાં 20 લાખ 66 હજાર 401 કેસ નોંધાયા છે. જેમા 1.15 લાખ લોકોના મોત થયા છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 19 જૂનથી ઓકાહોમાથી ચૂંટણી રેલીની શરૂઆત કરશે. મહામારીના લીધી ત્રણ મહિનાથી રેલી સ્થગિત કરાઈ હતી. રાષ્ટ્રપતિએ કહ્યું કે ફ્લોરિડા, એરિજોના, ઉત્તરી કૈરોલીના અને ઓકાહોમાથી 19 જૂનથી રેલીની શરૂઆત કરશે. અમેરિકા સૌથી વધારે પ્રભાવિત દેશ છે. મેક્સિકોમાં 24 કલાકમાં 708 લોકોના મોત થયા અને 4833 નવા કેસ નોંધાયા છે. દેશમાં મૃત્યુઆંક 15 હજાર 357 થયો છે. જ્યારે કુલ પોઝિટિવ કેસ 1.30 લાખ નોંધાયા છે.
આ તસવીર બ્રાઝીલના સાઓ પાઉલોની છે. અહીના એક પેઈન્ટિંગમાં રાષ્ટ્રપતિ જાયર બોલ્સોનારો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને સામ સામે દોરડું ખેંચતા બતાવાયા છે. બ્રાઝીલમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં મહામારીથી 24 કલાકમાં 1274 લોકોના મોત થયા છે. આ સાથે મૃત્યુઆંક 39 હજાર 680 થયો છે. બુધવારે અહીં 32 હજાર 913 નવા કેસ નોંધાયા છે. કુલ પોઝિટિવ કેસ 7 લાખ 75 હજાર 184 નોંધાયા છે.ઈટાલીમાં નાગરિક સુરક્ષા વિભાગના પ્રમુખ એગોસ્ટોનો મિયોજોના જણાવ્યા મુજબ દેશમાં મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં 4564 બાળકો સંક્રમિત થયા છે.
જેમાં ચારના મોત થયા છે. સંક્રમિત બાળકોમાં મોટાભાગના 7થી 17 વર્ષના છે. સંક્રમણમાં મોતને ભેટનાર બાળકોની ઉંમર સાત વર્ષથી ઓછી છે. તમામ સંક્રમિત બાળકોની સારવાર ઘરમાં જ કરાય હતી. માત્ર 100 બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ચીનમાં બુધવારે 11 વિદેશી નાગરિકો સંક્રમિત થયા છે. WHOના ઈમરજન્સી પ્રોગ્રામના પ્રમુખ માઈક રેયાને કહ્યું હતું કે તેના ઘણા ઓછા પ્રમાણ છે કે વાતાવરણની મહામારીની અસર પડશે. આપણે વાતાવરણની બદલવાની કે તાપમાન વધવા ઉપર ભરોસો કરીને બેસી શકીએ નહીં.