વિશ્વભરમાં કોરોના વાઈરસના 42.56 લાખ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2.87 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 1.27 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. સંક્રમણના કેસની બાબતમાં ઈટાલી 2.19 લાખ કેસ સાથે પાંચમાં નંબરે જતું રહ્યું છે, જ્યારે 2.32 લાખ કેસ સાથે રશિયા ત્રીજા નંબરે આવી ગયું છે.
જ્યારે ચીન 11માં નંબરે અને ભારત 12 નંબરે પહોંચી ગયું છે. ચીન અને ભારત વચ્ચે 12 હજાર કેસનું અંતર છે. પાકિસ્તાનમાં પણ ચિંતાજનક રીતે કેસ વધી રહ્યા છે અને તે 19માં નબરે પહોંચી ગયું છે. અમેરિકામાં 13.85 લાખ કેસ અને સ્પેનમાં 2.68 લાખ કેસ નોંધાયા છે.
બ્રાઝીલમાં 24 કલાકમાં પાંચ હજારથી વધારે કેસ બ્રાઝીલમાં 24 કલાકમાં પાંચ હજાર 632 કેસ નોંધાયા છે અને 396 લોકોના મોત થયા છે. દેશમાં મરનાર લોકોની સંખ્યા 11 હજારથી વધારે થઈ ગઈ છે. 1.69 લાખથી વધારે પોઝિટિવ કેસ નોંધાયા છે. અમેરિકામાં 13.86 લાખ કેસ નોંધાય છે.
જ્યારે 81 હજાર 795 લોકોએ જીવ ગુમાવ્યા છે. અમેરિકામાં 96.20 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. જ્યારે 2.62 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ માઈક પેન્સનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.