વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 63.66 લાખ કેસ નોંધાયા છે. જેમા 3.77 લાખ લોકોના મોત થયા છે. 29 લાખ 4 હજાર લોકોને સારવાર પછી રજા અપાઈ છે. બ્રાઝીલમાં મૃત્યુઆંક 30 હજાર પાર થઈ છે. બેલારુસમાં 3600 બાળકો સંક્રમિત થયા છે.
અમેરિકા પછી બ્રાઝીલ સંક્રમણની દ્રષ્ટિએ બીજા નંબરે છે. અહીં 5.29 લાખ કેસ નોંધાયા છે અને 30 હજાર 46 લોકોએ જીવ ગુમાવ્યા છે. અહીં 24 કલાકમાં 12 હજાર 247 નવા કેસ નોંધાયા છે અને 623ના મોત થયા છે. મે મહિનામાં નવા કેસ પાંચ ગણા વધ્યા છે.
બેલારુસના સ્વાસ્થ્ય વિભાગે જણાવ્યું છે કે દેશમાં કુલ 3600 બાળકો કોરોના સંક્રમિત થયા છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 43 હજાર 403 થઈ છે અને 240 લોકોના મોત થયા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 18.59 લાખ કેસ નોંધાયા છે. જેમા 1 લાખ 6 હજાર 925 લોકોના મોત થયા છે. 6.15 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે.
ઈટાલીમાં નવી એપને સરકારે મંજૂરી આપી છે. એપનું નામ ઈમ્યૂનિ છે. આ એપનો ઉપયોગ કાયદાકીય રીતે ફરજીયાત કરાયો છે.પેરુમાં એક દિવસમાં 5563 કેસ નોંધાયા છે અને 128 મોત થયા છે. આ સાથે અહીં 1 લાખ 70 હજાર 39 કેસ નોંધાયા છે અને 4634 લોકોના મોત થયા છે. લીબિયામાં 12 નવા કેસ સાથે કુલ સંક્રમિતો 168 થયા છે.