વિશ્વભરમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણના 93.69 કેસ નોંધાયા છે. 4.80 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 50.61 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. લેટિન અમેરિકા અને કેરેબિયન દેશમાં 1 લાખથી વધારે મોત થયા છે અને સંક્રમણનો આંકડો 20 લાખથી વધારે નોંધાયો છે.
બ્રાઝીલ એકલામાં 11.51 લાખ લોકો સંક્રમિત છે અને 52 હજારથી વધારે લોકોએ જીવ ગુમાવ્યા છે.અમેરિકામાં અત્યાર સુધીમાં 24.24 લાખ કેસ નોંધાયા છે. જેમાં 1.23 લાખથી વધારે લોકોના મોત થયા છે. 10.20 લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં બે કરોડથી વધારે લોકોના ટેસ્ટ થયા છે.
દેશના ટોપ હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ સંક્રમણના બીજા તબક્કાની આશંકા વ્યક્ત કરી છે. દેશના ઘણા રાજ્યમાં કેસ વધી રહ્યા છે. અમેરિકાના ટેક્સાસમાં 5000થી વધારે નવાકેસ નોંધાયા છે. ગવર્નર ગ્રેગ એબોટે કહ્યું કે રાજ્યમાં કોરોના ઝડપથી ફેલાઈ રહ્યો છે અને સ્થિતિ ગંભીર છે. તેમણે લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે.