ભારતના જેવેલીન થ્રોઅર નીરજ ચોપરાનો વિશ્વના સર્વશ્રેષ્ઠ એથ્લેટ્સની સ્પર્ધામાં સમાવેશ કરવામાં આવ્યો છે. વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા નીરજ ચોપરાને ‘મેન્સ વર્લ્ડ એથ્લેટ ઓફ ધ યર’ એવોર્ડ 2023 માટે નોમિનેશન મળ્યું છે. આ યાદી મુજબ નીરજ ચોપરા વિશ્વભરના 11 ખેલાડીઓ સાથે સર્વશ્રેષ્ઠ એથ્લેટના એવોર્ડ માટે સ્પર્ધા કરશે અને ત્યાર પછી વિજેતાનું નામ જાહેર કરાશે. 11 ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વિજેતાના નામની જાહેરાત કરાશે.

વર્લ્ડ એથ્લેટિક્સની આંતરરાષ્ટ્રીય પેનલ દ્વારા 2023માં ખેલાડીઓના પ્રદર્શનના આધારે આ એવોર્ડ માટે 11 ઉમેદવારોની પસંદગી થઇ છે, જેમાં નીરજ ચોપરા ઉપરાંત અમેરિકન શોટ પુટર રાયન ક્રુગર, સ્વીડનના પોલ વોલ્ટર મોન્ડો ડુપ્લાન્ટિસ, મોરોક્કોના સુફિયાન અલ બક્કાલી (3000 મીટર સ્ટીપલચેઝ), નોર્વેના જેકબ ઈંગેબ્રિગ્ટસેન (1500, 5000 મીટર) સહિતના 11 ખેલાડીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ એવોર્ડ માટેનું મતદાન શનિવારે 28 ઓક્ટોબરે રાત્રે બંધ થશે. મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા પછી 13-14 નવેમ્બરના રોજ વર્લ્ડ એથ્લેટિક્સ દ્વારા પાંચ મહિલા અને પાંચ પુરુષ ફાઇનલિસ્ટની જાહેરાત કરાશે. વિજેતાઓને 11 ડિસેમ્બરે વર્લ્ડ એથ્લેટિક્સના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જાહેર કરાશે.

 

LEAVE A REPLY