વડા પ્રધાન બોરીસ જોન્સને કહ્યું છે કે, કોવિડ પ્રતિબંધો 19 જુલાઇ પછી સમાપ્ત થવાના છે ત્યારે કર્મચારીઓ તે પછી ઑફિસમાં ફરી શકશે, જે સાથે ઘરેથી કામ કરવાનો પણ અંત આવશે.
હ્યુમન રીસોર્સ સંસ્થા CIPDએ કહ્યું કે ‘’પ્રતિબંધોને દૂર કરવાનો અર્થ એ નથી કે લોકો સામૂહિક રીતે કામ પર પરત ફરે.’’ ગયા વર્ષે ઓગસ્ટમાં, વાઇરસનો દર ઓછો હતો ત્યારે સરકારે લોકોને કામના સ્થળે પરત થવા અપીલ કરી હતી.
આ વખતે એમ્પલોયર્સ નિર્ધારિત કરશે કે શું તેમનો સ્ટાફ ઑફિસમાં હોવો જોઈએ કે નહીં.
સેન્ટર ફોર સિટીઝના પૉલ સ્વિનીએ જણાવ્યું હતું કે ‘’યુકેમાં રોગચાળાના પહેલાની સરખામણીએ હજૂ ચોથા ભાગના લોકો જ કામના સ્થળે પાછા આવ્યા છે. શહેરોમાં ઓફિસ કર્મચારીઓના અભાવથી દુકાનો, કાફે અને પબ્સ માટે “વાસ્તવિક પડકાર” ઉભો થયો છે. જો કે હવે કેટલા કામદારો પરત ફરશે તે પ્રશ્ન છે.”
યુ.કે.ના મોટામાં મોટા 50 એમ્પલોયરે અગાઉ બીબીસીને કહ્યું હતું કે ‘’અમારી કર્મચારીઓને ફૂલ ટાઇમ ઓફિસમાં પાછા લાવવાની યોજના નથી. લગભગ 43 ટકા કંપનીઓએ જણાવ્યું હતું કે તેઓ કહેવાતા હાઇબ્રિડ વર્કિંગ, ઘર અને ઑફિસમાં કામ કરવાના મિશ્રણને સ્વીકારશે, જેમાં સ્ટાફને અઠવાડિયામાં બેથી ત્રણ દિવસ ઘરેથી કામ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.
સીઆઈપીડીના ચીફ એક્ઝિક્યુટિવ પીટર ચીઝે કહ્યું હતું કે ‘’સ્વતંત્રતાનો અર્થ એ નથી કે લોકો સામૂહિક ધોરણે કામ પર પરત ફરે. સરકારના માર્ગદર્શનમાં આવેલા પરિવર્તનને ધ્યાનમાં લીધા વિના, એમ્પલોયર્સે ડેસ્ક વચ્ચે અંતર રાખવું અને વન-વે સિસ્ટમ્સના અમલ જેવા પગલાં ભરવાનું ચાલુ રાખવું જોઈએ. એમ્પલોયર્સે બિઝનેસની જરૂરિયાતોને પહોંચી વળવા સંતુલિત હોય ત્યાં વધુ સરળ રીતે કામ કરવાની ગોઠવણ બાબતે વ્યક્તિની પસંદગીને સમજવાનો અને ટેકો આપવાનો પ્રયત્ન કરવો જોઈએ.”
લંડન ચેમ્બર ઑફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ચીફ એક્ઝિક્યુટિવ રિચાર્ડ બર્ગે જણાવ્યું હતું કે ‘બિઝનેસીસ તેમની ક્ષમતા વધારવા આ યોજનાને આવકારશે.’’
હેલ્થ એન્ડ સેફ્ટી એટ વર્ક એક્ટ હેઠળ, “એમ્પલોયર્સની ખાતરી કરવાની ફરજ છે કે સલામત કાર્યકારી વાતાવરણ, સલામત કાર્યસ્થળ, ડેસ્ક વચ્ચેના અંતર, વન-વે વૉકિંગ સિસ્ટમ્સ અને પૂરતી સેનિટરી સુવિધાઓ સુનિશ્ચિત કરવાથી ઑફિસો સલામત છે તેની ખાતરી કરી શકાશે. હાલમાં કાયદો હોવાથી કર્મચારીઓને ઘરેથી કામ કરવાનો કોઈ કાયદેસર અધિકાર નથી.