નેધરલેન્ડની સંસદ વર્ક ફ્રોમ હોમને કાયદાકીય અધિકારનું સ્વરૂપ આપશે ગયા સપ્તાહે સંસદના નીચલા ગૃહમાં આ માટે એક બિલ પસાર કરવામાં આવ્યું છે. હવે વર્ક ફ્રોમ હોમના કાયદા માટેના બિલને સંસદનું ઉપલું ગૃહ એટલે કે સેનેટની મંજૂરીની રાહ જોઈ રહી છે. અહીંયા નોધવું રહ્યું કે, નેધરલેન્ડમાં કંપનીઓ હાલ કારણ વગર કર્મચારીઓની વર્ક ફ્રોમ હોમની રિકવેસ્ટ ફગાવી રહી છે, પરંતુ આ કાયદો પસાર થયા બાદ કંપનીઓએ રિકવેસ્ટ ફગાવવાનું કારણ રજૂ કરવું પડશે.
વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ મુજબ, ગ્રોએનલિંક્સ પાર્ટીની સેના માટોંગ કહ્યું કે, આ બિલ પાસ થવાથી કર્મચારીઓને પોતાના જીવનમાં સંતુલન રાખવામાં મદદ મળશે. સાથે જ ટ્રાવેલિંગમાં લાગતો સમય પણ બચશે. સાન માટોંગ આ બિલ તૈયાર કરનાર સાંસદોની સમિતિના સભ્ય પણ છે. 2015માં નેધરલેન્ડની સંસદમાં ફ્લેક્સિબલ વર્કિંગ એક્ટ લાવવામાં આવ્યો હતો. આ બિલમાં કર્મચારીઓ કામના કલાક, શેડ્યુઅલ અને કામકાજના સ્થળમાં ફેરફાર માટે વિનંતી કરી શકે છે.હવે વર્ક ફ્રોમ હોમનું બિલ પાસ થવા જઈ રહ્યું છે, જે 2015ના બિલનું વિસ્તરણ છે.
નેધરલેન્ડની સંસદમાં જ્યારે આ બિલ પાસ થયું છે, ત્યારે દુનિયાભરની કંપની પોતાના કર્મચારીઓને પરત ઓફિસ બોલાવી રહી છે.