મેસેચ્યુસેટ્સના ડેમોક્રેટ ગવર્નર તરીકે ચૂંટાયેલા દેશનાં પ્રથમ જાહેર સજાતીય ઉમેદવાર છે. મેરીલેન્ડમાં મતદારોએ રાજ્યના ગવર્નર તરીકે પ્રથમવાર અશ્વેત વ્યક્તિની પસંદગી કરી છે. હાઉસમાં ક્યારેય મહિલા પ્રતિનિધિત્વ ન ધરાવતું એકમાત્ર રાજ્ય હોવાને કારણે વર્મોન્ટ અંતે હવે એક મહિલાને કોંગ્રેસમાં મોકલશે. સમગ્ર અમેરિકામાં મહિલાઓ, સજાતીયો અને અશ્વેત ઉમેદવારોએ ગવર્નરની ઓફિસો અને કોંગ્રેસમાં ચૂંટાયેલા રાજકારણીઓની નવી પેઢીના ભાગરૂપે અવરોધો તોડ્યા છે. દેશમાં ગવર્નર પદે મહિલાઓની સંખ્યા 2023માં પ્રથમ વખત બે આંકડા પર પહોંચશે, જેમાં ઓછામાં ઓછી 12 મહિલાઓ વિવિધ રાજ્યોનું નેતૃત્વ કરશે, અગાઉ દસ મહિલાઓએ ગવર્નર તરીકે કાર્યરત હતી જ. અન્ય બે મહિલોની હરિફાઇ નક્કી નહોતી, પરંતુ બંને પક્ષોમાં મહિલા ઉમેદવારોને રજૂ કરવામાં આવ્યા હતા.
સેન્ટર ફોર અમેરિકન વિમેન એન્ડ પોલિટિક્સના જણાવ્યા મુજબ, અમેરિકામાં એક સમયે નવથી વધુ મહિલાઓ ગવર્નરના હોદ્દા પર ક્યારેય આરુઢ નહોતી, જે 2004માં એક વિક્રમ બન્યો હતો. નવા રેકોર્ડની સંખ્યાનો અર્થ એ છે કે, દેશના લગભગ ચોથા ભાગના રાજ્યોનું સંચાલન મહિલાઓ દ્વારા કરવામાં આવશે. મહિલા ગવર્નરો માટે પક્ષની બહુમતી હજુ અસ્પષ્ટ છે. ગવર્નર પદે વિજેતાઓ પૈકીનાં એક, મૌરા હીલી એ મેસેચ્યુસેટ્સનાં ટોચના પદ માટે ચૂંટાયેલા પ્રથમ મહિલા છે અને તેમણે ગવર્નર તરીકે ચૂંટાયેલા દેશનાં પ્રથમ જાહેર સજાતીય ઉમેદવાર બનીને ઇતિહાસ રચ્યો છે. જો ડેમોક્રેટ ટીના કોટેક ઓરેગોનની ગવર્નરની ચૂંટણીમાં વિજેતા થશે તો તેઓ પણ ઇતિહાસ રચવામાં હીલી સાથે જોડાશે, એસોસિએટેડ પ્રેસે તેમને વિજેતા જાહેર કર્યા નથી. મેરીલેન્ડના મતદારોએ ડેમોક્રેટ વેસ મૂરને પસંદ કર્યા, જે રાજ્યના પ્રથમ અશ્વેત ગવર્નર હશે. ગવર્નર તરીકે ચૂંટાયેલા તેઓ દેશમાં માત્ર ત્રીજા અશ્વેત ઉમેદવાર છે. આ દરમિયાન ફ્લોરિડામાંથી ક્યુબન વારસો ધરાવતા 25 વર્ષીય અશ્વેત ડેમોક્રેટ મેક્સવેલ ફ્રોસ્ટ સરળ વિજય સાથે કોંગ્રેસમાં જઇ રહ્યા છે.