ઇસ્ટ લંડનના હોર્નચર્ચના કોર્નવોલ ક્લોઝમાં રહેતી 50 વર્ષની વયની એન્જેલિન મહેલ નામની મહિલા પર તેના જ ઘરમાં હુમલો કરીને બે રજિસ્ટર્ડ એક્સએલ બુલી ડોગ્સ દ્વારા હત્યા કરવામાં આવતા અરેરાટી વ્યાપી ગઇ હતી.
સશસ્ત્ર પોલીસ સોમવારે મહિલાના ઘરે દોડી ગઇ હતી. XL બુલી ડોગ્સ દ્વારા કરવામાં આવેલો પહેલો જીવલેણ હુમલો હોવાનું માનવામાં આવે છે.
પાડોશી સેજલ સોલંકીએ બીબીસી ન્યૂઝને જણાવ્યું હતું કે ‘’મૃત્યુ ખૂબ, ખૂબ જ દુઃખદ હતું અને તેના પોતાના કૂતરા સાથે આવું બન્યું તે હકીકત ડરામણી છે. અમારી પાસે બાળકો છે અને તેઓ તેના ઘરની નજીક મેદાનમાં રમે છે, અને તે ખરેખર કોઈને પણ થઈ શકે છે.”
વિસ્તારના સાંસદ, જુલિયા લોપેઝે જણાવ્યું હતું કે ‘’સમુદાય ખૂબ જ દુઃખદાયક મૃત્યુથી આઘાતમાં છે.’’
1 ફેબ્રુઆરીથી, માલિકો પાસે મુક્તિ પ્રમાણપત્ર ન હોય તો એક્સએલ બુલી ડોગ્સ હવે ઈંગ્લેન્ડ અને વેલ્સમાં પ્રતિબંધિત છે અને આવા ડોગ રાખવા ગુનો બને છે.