એક મહિલા પ્રવાસીએ આક્ષેપ કર્યો હતો કે બેંગલુરુ એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન તેનુ શર્ટ ઊતરાવી દેવાયું હતું. મહિલા મ્યૂઝિશિયને આક્ષેપ કર્યો કે બેંગલુરુ એરપોર્ટ પર સિક્યોરિટી ચેકિંગ દરમિયાન તેને શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું. મહિલાએ આ ઘટનાને ખૂબ અપમાનજનક ગણાવી હતી અને પૂછ્યું કે છેવટે બેંગલુરુ એરપોર્ટે મહિલાને સ્ટ્રિપ કરવાની જરૂર કેમ પડી ગઈ ? બાદમાં બેંગલુરુ એરપોર્ટે આ ઘટના અંગે ખેદ વ્યક્ત કર્યો હતો.
મીડિયા અહેવાલો અનુસાર મહિલાએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર મંગળવારે પોતાની વ્યથા વર્ણવી હતી અને કહ્યું કે બેંગલુરુ એરપોર્ટ પર સુરક્ષા તપાસ દરમિયાન તેને શર્ટ ઉતારવાનું કહેવામાં આવ્યું હતું. સુરક્ષા ચોકી પર ફક્ત અંડર ગાર્મેન્ટ્સ પહેરીને ઊભા રહેવું ખૂબ અપમાનજનક છે અને આ પ્રકારનું એટેન્શન કોઈ પણ મહિલા ઈચ્છે નહીં. જોકે બાદમાં આ ટ્વીટર અકાઉન્ટને ડિએક્ટિવ કરવામાં આવ્યું છે. આ ટ્વીટ અંગે બેંગલુરુ એરપોર્ટનો જવાબ આવ્યો અને કહ્યું કે આવું થવું જોઈએ નહીં. જોકે હજુ એ ખબર પડી નથી કે છેવટે મહિલાએ પોતાનું ટ્વીટર અકાઉન્ટ કેમ ડિએક્ટિવેટ કેમ કરી દીધું.