સુપ્રીમ કોર્ટે ગુરૂવારે ઘરેલુ હિંસા કાયદામાં તેના અગાઉના ચુકાદાને પલટી નાંખતા પુત્રવધૂની તરફેણમાં ઐતિહાસિક ચૂકાદો આપ્યો હતો સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે કે પુત્રવધૂને પતિના અલગ ઘરની સાથે સાસુ-સસરાના સંયુક્ત ઘરમાં પણ રહેવાનો અધિકાર છે.
સુપ્રીમની ત્રણ ન્યાયાધીશની બનેલી ખંડપીઠે ગુરૂવારે તરૂણ બત્રા કેસમાં આ ચુકાદો આપ્યો છે. સુપ્રીમે કહ્યું કે ભારતીય મહિલા ઘરેલુ હિંસા કેસની પ્રક્રિયા દરમિયાન અને પછી પણ શ્વસુર પક્ષના સંયુક્ત ઘરેમાં રહેવાનો અધિકાર ધરાવે છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે સંયુક્ત ઘરની વ્યાખ્યાનું વ્યાપક અર્થઘટન કરતાં મહિલાઓ માટેના 2005ના ઘરેલુ હિંસા કાયદાને વ્યાપક અર્થ આપ્યો છે. ભારતીય મહિલા તેના જીવનકાળમાં એક પુત્રી, એક બહેન, એક પત્ની, એક માતા, એક જીવનસાથી અથવા એકલી સ્ત્રી તરીકે હિંસા અને ભેદભાવનો સામનો કરતી રહે છે.