વુલ્વરહેમ્પ્ટનમાં નકલી ટ્રાફિક વૉર્ડન બેંક કાર્ડ્સ અને ડીચટેઇલ્સની ચોરી કરતા હોવાની ફરિયાદો વધતા લોકોને સેવચેતી રાખવા ચેતવણી આપવામાં આવી છે.
લોકો જ્યારે ગેરકાયદેસર કાર પાર્કીંગ કરે છે ત્યારે તેમને નકલી ટ્રાફિક વૉર્ડન દ્વારા મોટા અને આકરા દંડની ચેતવણી આપવામાં આવે છે. પરંતુ તેઓ તુરંત જ ઑન ધ સ્પોટ દંડ ભરશે તો ઓછામાં પતી જશે તેમ જણાવવામાં આવે છે. વાહન ચાલકો દંડ ભરવાની તત્પરતા બતાવે કે તુરંત કાર ડ્રાઇવર્સને પેમેન્ટ કરવા પબ્લિક બુથમાંથી ફોન નંબર ડાયલ કરવા જણાવાય છે, બીજી તરફ બીજા પેમેન્ટ મશીનમાં ડેબિટ કાર્ડ દાખલ કરવા અને તેમનો પિન નંબર નાંખવા કહેવામાં આવે છે. એકવાર પિન દાખલ થયા પછી તે ‘ટ્રાફિક વોર્ડન’ ભોગ બનનાર કોઇ નોંધ લે તે પહેલાં તુરંત જ તે કાર્ડ મશીન છીનવી લે છે અને જોઇતી રોકડ રકમ ઉપાડી લે છે.
વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસના જણાવ્યા મુજબ આવા ઘણાં બનાવો બન્યા છે અને ખાસ કરીને વૃદ્ધ સમુદાયના લોકો કે જેઓ પ્રતિક્રિયા આપી શકતા નથી તેમની સાથે વધુ બન્યું છે. છેતરપીંડીને રોકવા આવા વોર્ડનનું આઇડી માંગી શકો છો અને આ અંગે લોકો સાથે માહિતી શેર કરી શકો છો.