ઓસ્ટ્રેલિયામાં એક સપ્તાહમાં બીજા હિન્દુ મંદિર પર કથિત ખાલિસ્તાની સમર્થકોએ ભારત વિરોધી લખણો લખીને હુમલો કર્યો હતો. ધ ઑસ્ટ્રેલિયા ટુડે વેબસાઇટે અહેવાલ આપ્યો હતો કે, વિક્ટોરિયાના કેરમ ડાઉન્સ વિસ્તારમાં આવેલામાં ઐતિહાસિક શ્રી શિવ વિષ્ણુ મંદિર પર સોમવારે હુમલો કરવામાં આવ્યો હતો.
અગાઉ 12 જાન્યુઆરીએ મેલબોર્નમાં સ્વામિનારાયણ મંદિરને ‘અસામાજિક તત્વો’ દ્વારા ભારત વિરોધી લખાણોથી વિકૃત કરવામાં આવ્યું હતું.
16 જાન્યુઆરીની સવારે શ્રદ્ધાળુઓ મંદિરમાં પહોંચ્યા તો તેઓ ચોંકી ગયા હતા. પોંગલ અને મકર સંક્રાંતિના પ્રસંગે શ્રદ્ધાળુ દર્શન કરવા માટે મંદિર પહોંચ્યા હતા. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં તમિળ હિંદુ રહે છે. શ્રદ્ધાળુઓએ વિક્ટોરિયાના પ્રીમિયર ડેન એન્ડ્ર્યુ અને વિક્ટોરિયા પોલીસે સમક્ષ આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી હતી..
વિક્ટોરિયન લિબરલ પાર્ટીના સાંસદ બ્રેડ બેટિને કહ્યું કે, દેશનું ભવિષ્ય નફરત પર આધારિત ન હોઈ શકે., વિક્ટોરિયા દરેક સંસ્કૃતિનું સન્માન કરનારું રાજ્ય છે અને અહીં પર બધા મળીને આગળ વધે છે. નફરને અહીં કોઈ સ્થાન નથી.
મેલબોર્નમાં જે દિવસે આ ઘટના બની તેના એક દિવસ પહેલા 15 જાન્યુઆરીએ ખાલિસ્તાન સમર્થકોએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું. હિંદુ પરિષદ વિક્ટોરિયા ચેપ્ટરના પ્રેસિડન્ટ મકરંદ ભાગવતે જણાવ્યું કે, બીજી વખત મંદિરમાં તોડફોડની ઘટના બની છે, જેણે સમુદાયને ઘણો નિરાશ કરી દીધ છે. આ ઘટના ખાલિસ્તાની વિચારધારાને પગલે બની છે.