અમેરિકામાં ભયાનક વિન્ટર સ્ટોર્મને પગલે સેંકડો ફ્લાઇટ રદ કરવામાં આવી છે, લોકોને રોડ પર ન જવાની વોર્નિંગ અપાઇ છે અને સ્કૂલો બંધ કરવામાં આવી છે. અમેરિકામાં લાખ્ખો લોકો ભારે બરફ વર્ષા અને કાતિલ પવન વચ્ચે સપડાઈ શકે છે. ઇલિનોઇસમાં ગુરુવારની સવાર સુધી 6થી 12 ઇંચ બરફ પડવાની જ્યારે મિશિગનના કેટલાંક વિસ્તારમાં બુધવાર અને ગુરુવારે 8થી 14 ઇંચ બરફ પડવાની શક્યતા છે. ડેટ્રોઇટના મેયર સ્નો ઇમર્જન્સી રૂટ એક્ટિવેટ કર્યા હતા.
ઓક્લાહોમ સાત દિવસની ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી, જ્યાં 7 ઇંચ સુધી બરફવર્ષાની ધારણા છે. મંગળવારની રાત્રે આ વિન્ટર સ્ટોર્મ ત્રાટકે તેવી શક્યતા છે. તેને પગલે ન્યૂ મેક્સિકોથી લઇને વર્મોન્ટ સુધીના રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં સ્ટોર્મ વોર્નિંગ આપવામાં આવી છે. મિશિગનમાં એક ફૂટ કરતાં વધુ બરફ પડવાની શક્યતા છે. ગયા સપ્તાહના અંતે અમેરિકાના પૂર્વ દરિયાકિનારના ઘણા વિસ્તારોમાં ભારે બરફવર્ષ અને પવન સાથેના બરફના તોફાનથી મિશિગનને અસર થઈ હતી.
મેરિલેન્ડની નેશનલ વેધર સર્વિસના હવામાનશાસ્ત્રી માર્ટી રોચે જણાવ્યું હતું કે આ વિન્ટર સ્ટોર્મથી જનજીવન ખોરવાઈ જવાની અને ટ્રોવેલ મુશ્કેલ બનવાની શક્યતા છે. આ વિન્ટર સ્ટોર્મની દક્ષિણના ટેક્સાસ સુધીના રાજ્યોને અસર થવાની ધારણા છે. નેશનલ વેધર સર્વિસે જણાવ્યું હતું કે આ સ્ટોર્મ ટેક્સાસ માટે ફેબ્રુઆરી 2021 જેટલું શક્તિશાળી નહી હોય, પરંતુ વીજળી ગૂલ થઈ શકે છે. જોકે રાજ્યના ગવર્નર ગ્રેગ એબોર્ટે વીજળી ગૂલ ન થવાની ખાતરી આપતાં જણાવ્યું હતું કે ટેક્સાસના હજારો માઇલના રોડ અસાધારણ રીતે જોખમી બનશે.
વિવિધ એરલાઇન્સને બુધવારે માટેની અમેરિકાની 1,000થી વધુ ફ્લાઇટ કેન્સલ કરી હતી. સેન્ટ લુઇસમાં અડધો અડધ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી. સાઉથવેસ્ટ એરલાઇન્સે મંગળવારે જાહેરાત કરી હતી કે કંપની બુધવારે સેન્ટ લુઇસ લેમ્બર્ટ ઇન્ટરનેશનલ એરપોર્ટ તથા ગુરુવારે દલ્લાસ લવ ફિલ્ડ હબની તમામ ફ્લાઇટ કેન્સલ કરશે.
મિસોરીના ગવર્નરે માઇક પર્સને ઇમર્જન્સીની જાહેરાત કરી હતી. રાજ્યમાં સ્કૂલો અને યુનિવર્સિટીને બંધ કરવામાં આવી છે અથવા તો ઓનલાઇન ક્લાસ ચાલુ કરવામાં આવ્યા છે. શિકાગો ઇન્ટરનેશનલ એરપોર્ટે 100થી વધુ ડિપાર્ટિંગ ફ્લાઇટ કેન્સલ કરી હતી. કંસાસ સિટી અને ડેટ્રોઇટમાં પણ સામાન્ય કરતાં વધુ ફ્લાઇટ કેન્સલ કરવામાં આવી હતી.