બુધવારે વહેલી સવારે 80 માઇલ પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા વાવાઝોડા ફ્રાન્સિસે બ્રિટનની વીજળીની જરૂરિયાતનો સૌથી વધુ એટલે કે વિન્ડ ટર્બાઈન્સ દ્વારા દેશનું કુલ 60 ટકા જેટલો વિન્ડ પાવર બનાવવામાં મદદ કરી હતી. વાવાઝોડાના કારણે આ પહેલા વીજળીના આઉટપુટનો અગાઉનો સૌથી વધુ હિસ્સો સ્ટોર્મ એલેન દરમિયાન ગયા સપ્તાહે સેટ કરવામાં આવ્યો હતો. પરંતુ સ્ટોર્મ ફ્રાન્સિસે તે રેકોર્ડ ઝડપથી તોડ્યો હતો. વીજળી ગ્રીડના ઑપરેટરે જણાવ્યું હતું કે તાજેતરના વર્ષોમાં પવનનું ઉત્પાદન લગભગ બમણુ થઈ ગયું છે.
બુધવારે સવારે 1.30 થી 2 દરમિયાન, પવનનો વીજળીનો હિસ્સો 59.9 ટકા હતો. જ્યારે ગેસ અને પરમાણુ યુનિટે અનુક્રમે 18.8 ટકા અને 15 ટકા વિજળી ઉત્પન્ન કરી હતી અને કોલસા દ્વારા કોઇ વીજળી ઉત્પન્ન કરવામાં આવી નહતી. માર્ચમાં લદાયેલા લોકડાઉન દરમિયાન નીચી સપાટીએ આવી ગયેલી ઉર્જાની માંગ ઉંચી આવી હતી. પાંચ વર્ષ પહેલાં પવન ઉર્જાનું આઉટપુટ સરેરાશ 9 ટકા હતું.
ઉપયોગમાં લેવામાં આવતા પ્રતિ કલાક દરેક કિલોવોટની વીજળી માટેના ઉત્પાદિત કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ પણ મે મહિનામાં સૌથી નીચલા માસિક સ્તર પર આવી ગયું છે. ભારે પવન અને કોલસાના ઓછા વપરાશને કારણે ગયા શિયાળામાં રેકોર્ડ પ્રમાણમાં કાર્બનનો ઓછો ઉપયોગ કરાયો હતો.