પ્રિન્સ હેરીએ દાવો કર્યો છે કે તેમના ભાઈ વિલિયમે તેમના પર શારીરિક હુમલો કર્યો હતો અને મને કોલરથી પકડી મારો નેકલેસ ખેંચી નાંખી મને જમીન પર પછાડ્યો હતો. ગાર્ડિયન દૈનિકે ડ્યુક ઓફ સસેક્સ પ્રિન્સ હેરીના સંસ્મરણ, ‘સ્પેર’ની નકલ જોઈ હોવાનું જણાવાયું છે. કેન્સિંગ્ટન પેલેસ અને બકિંગહામ પેલેસે ટિપ્પણી કરવાની ના કહી હતી. આ ઘટસ્ફોટ પરિવારમાં સમાધાન થવાના કોઈ સંકેતો બતાવતુ નથી.
દરમિયાન, ITV સાથેના ઇન્ટરવ્યુની નવી ક્લિપમાં, પ્રિન્સ હેરીએ મે મહિનામાં રાજાના રાજ્યાભિષેકમાં હાજરી આપવાનો ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું છે કે “હવે અને પછી – વચ્ચે થઈ શકે તેવું ઘણું બધું છે અને “બોલ [રોયલ ફેમિલીના] કોર્ટમાં છે”.
પ્રિન્સ હેરીના સંસ્મરણો આવતા મંગળવાર સુધી પ્રકાશિત કરવામાં આવશે નહીં, પરંતુ ગાર્ડિયનને “સ્ટ્રીન્જેન્ટ પ્રી-લોન્ચ સીક્યુરીટી” તરીકે ઓળખાતી એક નકલ મળી હતી. આકસ્મિક રીતે સ્પેનમાં તેની અપેક્ષિત પ્રકાશન તારીખથી પાંચ દિવસ પહેલાં આ પુસ્તક ‘એન લા સોમ્બ્રા’ નામથી વેચાણ માટે મૂકવામાં આવ્યું છે.
ગાર્ડિયનના જણાવ્યા મુજબ, પુસ્તકમાં દાવો કરાયો છે કે પ્રિન્સ વિલિયમે 2019માં લંડનમાં તેના ઘરે પ્રિન્સ હેરી સમક્ષ કરેલી ટિપ્પણીઓથી આ તકરાર શરૂ થઈ હતી. પ્રિન્સ હેરી લખે છે કે તેનો ભાઈ મેઘન માર્કલ સાથેના તેના લગ્નની ટીકા કરતો હતો. પ્રિન્સ વિલિયમે તેણી (મેગન)ને “મુશ્કેલ”, “અસંસ્કારી” અને “અબ્રેસિવ” ગણાવી હતી. હેરી કથિત રીતે લખે છે કે તેનો ભાઈ “પ્રેસ નેરેટિવ પેરટ[ઇંગ]” હતો. તેણે [એક ગ્લાસ] પાણી નીચે મૂક્યું હતું, મને બીજું નામ આપ્યું, પછી મારી પાસે આવ્યો હતો. આ બધું ખૂબ ઝડપથી થયું હતું. તેણે મને કોલરથી પકડી, મારો નેકલેસ તોડી નાખી મને ફ્લોર પર પછાડ્યો હતો. હું કૂતરાના બૉલ પર પડ્યો હતો જેના કારણે તેના પર તીરાડ પડી ગઇ હતી અને તેના ટુકડા મને વાગ્યા હતા. હું એક ક્ષણ માટે ત્યાં સૂઈ ગયો હતો, સ્તબ્ધ થઈ ગયો હતો, પછી મારા પગ પર ઉભો થઇ તેને બહાર નીકળવાનું કહ્યું હતું. વિલિયમ ત્યાંથી ચાલ્યો ગયો પરંતુ “અફસોસભર્યા દેખાવ સાથે માફી માંગી પાછો ફર્યો હતો.’’
હેરીએ લખ્યું છે કે તેનો ભાઈ પાછો વળ્યો હતો અને પાછો બોલાવી કહ્યું હતું કે ‘તમારે મેગનને આ વિશે કહેવાની જરૂર નથી.’ જ્યારે હેરીએ કહ્યું કે “તમારો મતલબ કે તમે મારા પર હુમલો કર્યો?’ ત્યારે વિલિયમે જણાવ્યું હતું કે “‘મેં તમારા પર હુમલો કર્યો નથી, હેરોલ્ડ.”
હેરી અને મેઘનની નેટફ્લિક્સ ડોક્યુમેન્ટરીમાં, હેરીએ 2020ની શરૂઆતની કોન્ફરન્સનું વર્ણન કરતાં કહ્યું હતું કે “મારા ભાઈએ મારા પર ચીસો અને બૂમો પાડી હતી જે ભયાનક હતું. મારા પિતા (કિંગ ચાર્લ્સ)એ એવી વાતો કહી હતી જે ફક્ત સાચી ન હતી, અને મારી દાદી (સ્વ. મહારાણી) શાંતિથી ત્યાં બેસી રહ્યા હતા.”
મેમોઇરિસ્ટ જેઆર મોહરિંગર દ્વારા લખાયેલ અને મલ્ટી-મિલિયન ડોલર ડીલના પુસ્તક ‘સ્પેર’ના પેંગ્વિન રેન્ડમ હાઉસ દ્વારા સિટ-ડાઉન ઇન્ટરવ્યુ માટેના ટ્રેલરમાં પ્રિન્સ હેરીએ કહ્યું છે કે “હું મારા ભાઇ અને પિતાને પાછા મેળવવા માંગુ છું”. જો કે, હેરીએ ITV ના ટોમ બ્રેડબીને જણાવ્યું હતું કે “તેઓએ સમાધાન કરવાની બિલકુલ ઈચ્છા દર્શાવી નથી.” જો કે તેમણે સ્પષ્ટ કર્યું ન હતું કે તે કોનો ઉલ્લેખ કરી રહ્યો હતો.