સંભવિત ખરીદદારો સાથેની વાટાઘાટો ભયગ્રસ્ત રિટેલર માટે બચાવ સોદો કરવામાં નિષ્ફળ રહેતા વિલ્કોના તમામ 400-પ્લસ સ્ટોર્સ બંધ કરવા પડશે જેને કારણે 12,000 થી વધુ લોકોની નોકરીઓ જતી રહેશે.
જીએમબી યુનિયને સોમવારે જણાવ્યું હતું કે પીડબલ્યુસીના સંચાલકોએ સ્ટાફને જાણ કરી હતી કે ચેઇનના તમામ 408 સ્ટોર્સ ઓક્ટોબરની શરૂઆતમાં બંધ થવાના છે. વિલ્કોના વર્કશોપ, નોટિંગહામશાયર અને ન્યુપોર્ટ, વેલ્સમાં આવેલા બે મોટા વેરહાઉસ શુક્રવારે બંધ થવાના છે. જેમાં કામ કરતા 299 લોકોની નોકરીઓ પહેલેથી જ ગઈ છે.
GMBના રાષ્ટ્રીય અધિકારી નાદિન હ્યુટનએ જણાવ્યું હતું કે “વિલ્કોના હજારો વફાદાર ટીમ મેમ્બર હવે અનિશ્ચિત ભવિષ્યનો સામનો કરી રહ્યા છે. કોઈ કામદાર વિલ્કોના પતનનું કારણ બન્યો નથી. પરંતુ તેમ છતાય તેમને ભોગવવું પડશે.”
HMVના માલિક દ્વારા પ્રસ્તાવિત બચાવ સોદો નિષ્ફળ જતા આ જાહેરાત બહાર આવી હતી. જે વિલ્કોના લગભગ અડધા સ્ટોર્સને બચાવી શક્યો હોત અને હજારો નોકરીઓનું ભાવિ સુરક્ષિત કરી શક્યું હોત. આ ઉપરાંત ડિસ્કાઉન્ટ રિટેલર B&M અને પાઉન્ડલેન્ડ પણ બચાવ કામગીરીમાં જોડાયા હતા.