જુહી ચાવલાને કોરોના કાળમાં એરપોર્ટ પર એક કડવો અનુભવ થયો હતો. મહામારીના આ સંજોગોમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ પર ભાર મુકાઇ રહ્યો છે, ત્યારે એક એરપોર્ટ પર જરા પણ તેનું પાલન ન થતું જોઇને જુહી નારાજ થઇ હતી. તેણે એક વીડિયો શેર કરીને આ પરિસ્થિતિથી એરપોર્ટ એથોરિટીને વાકેફ કર્યા હતા.
જૂહીએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરતા ભારતીય એરપોર્ટ એથોરિટીને જણાવ્યું છે કે, તરત જ એપોર્ટ પર હેલ્થ ક્લિયરન્સમાં વધુમાં વધુ અધિકારીઓની નિમણૂક કરવી જરૂરી છે. વિમાનમાંથી ઊતર્યા પછી કલાકો સુધી પ્રવાસીઓને લાઇનમાં ઊભા રહેવું પડે છે, તેમજ સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન થઇ રહ્યું નથી. આ સ્થિતિ ગણી દયાજનક અને શરમજનક છે. હકીકતમાં દિવાળીના તહેવારો હોવાથી ટ્રેન અને પ્લેનમાં ભીડ થઇ રહી છે. સરકાર બિનજરૂરી પ્રવાસ ન કરવાની સલાહ આપે છે તેમ જ સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરવાનું ફરજિયાત કહે છે. પરંતુ આ વીડિયોમાં સ્પષ્ટ રીતે પ્રવાસીઓની ભીડ અને અશિસ્તતા જોવા મળે છે.