અભિનેતા અને નિર્માતા અરબાઝ ખાન જાણીતા ફિલ્મ પટકથા લેખક સલીમ ખાનના પુત્ર અને સુપરસ્ટાર સલમાન ખાનના ભાઈ છે. તાજેતરમાં તેણે મીડિયામાં સાઉથ ઇન્ડિયાની ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં બોલીવૂડના કલાકારોના કામ અંગે વાત કરી હતી.
અરબાઝ અત્યારે એક સાઉથ ઇન્ડિયન ફિલ્મમાં વિલનની ભૂમિકા ભજવી રહ્યો છે. તેણે પૂછ્યું હતું છે કે, શા માટે સાઉથમાં બોલીવૂડ કલાકારો નીચલા સ્તરની ભૂમિકા ભજવી રહ્યા છે. સાઉથની ફિલ્મોમાં બોલીવૂડના કલાકારોને નેગેટિવ રોલ આપવા અંગે અરબાઝે કહ્યું કે, “અમે અત્યાર સુધી જેટલી ફિલ્મો જોઈ છે તેમાં હિન્દી ફિલ્મના કલાકારોએ સાઉથના અભિનેતાઓ વેંકટેશ, કમલ હાસન, રજનીકાંત, ચિરંજીવી, નાગાર્જુન સાથે કામ કર્યું છે, પરંતુ તે ક્યારેય મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા નથી જેમાં બોલીવૂડને અભિનેત્રીઓને પણ તક આપવામાં આવી છે. પરંતુ તેમની અભિનેત્રીઓ મુખ્ય ભૂમિકામાં જ હોય છે, અભિનેતાઓ માટે કંઇક અલગ જ માહોલ છે.” સૂત્રોના જણાવ્યા મુજબ અરબાઝ ખાન આ વર્ષે ‘દબંગ 4’નું નિર્માણ કરવાનું વિચારે છે, જેમાં સલમાન ખાન પણ હશે.