(ANI Photo)
રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ પછી હવે અક્ષયકુમારને પણ ડીપફેક વીડિયોનો ભોગ બનવું પડ્યું હતું. અગાઉ ઘણી સેલીબ્રિટીઝે ડીપ ફેક વીડિયો બાબતે ચિંતા વ્યક્ત કરી હતી. હવે અક્ષયકુમારનો પણ એક આવો જ વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોમાં અક્ષયકુમાર એક ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળે છે. આ વીડિયો આમ તો જૂનો છે પણ અક્ષયકુમારે તેને ફેક ગણાવ્યો છે અને ચિંતા વ્યક્ત કરી છે. સૂત્રો કહે છે કે, અક્ષયે ક્યારેય આ પ્રકારની જાહેરાત કરી જ નથી અને તે ખૂબ જ દુઃખી થઈ છે કે તેની ઓળખનો આ રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. અક્ષયે એવું પણ જણાવ્યું હતું કે આ ખરેખર ખૂબ જ નિરાશાજનક છે. મેં ટીમને આ બાબતની જાણ કરી હતી.
એટલું જ નહીં અક્ષયકુમારે આ મામલે કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી પણ કરી છે. તેની ઓળખનો દુરુપયોગ કરવામાં આવ્યો છે અને તે આ બાબતને બિલકુલ પણ હળવાશથી લેવામાં મૂડમાં નથી. તેનો આ ડીપ ફેક વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવ્યો હતો અને આ વીડિયોમાં તે કોઈ ગેમિંગ એપને પ્રમોટ કરતો જોવા મળી રહ્યો છે અને એ ગેમિંગ એપના વખાણ કરતો જોવા મળે છે.
જોકે, આવું પહેલી વખત નથી બન્યું, આ કોઈ પ્રથમ કિસ્સો નથી જ્યારે કોઈ અભિનેતા આવા ડીપફેક વીડિયોનો શિકાર બન્યો હોય. સૌથી પહેલાં આ ડીપ ફેક વીડિયોમાં નેશનલ ક્રશ રશ્મિકાનું નામ સામે આવ્યું હતું ત્યાર બાદ બોલિવૂડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન પણ રશ્મિકાના સમર્થનમાં સામે આવ્યા હતા અને આવા ખોટા કામ કરતા લોકોથી સાવધાન રહેવાની સલાહ આપી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુદ આ મામલે પોતાની ચિંતા વ્યક્ત કરી ચૂક્યા છે.

LEAVE A REPLY