Why did Priyanka Chopra settle in America?
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

પ્રિયંકા ચોપરાએ મિસ વર્લ્ડનો ખિતાબ જીત્યા પછી ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી અને હોલિવૂડમાં પણ પોતાનું આગવું સ્થાન જમાવ્યું છે. તમિલ ફિલ્મ સાથે અભિનયની કારકિર્દી શરૂ કરનાર પ્રિયંકાની પ્રથમ બોલિવૂડ ફિલ્મ ‘અંદાજ’ હતી. જેમાં તેની સાથે અક્ષયકુમાર અને લારા દત્તાએ મુખ્ય ભૂમિકા ભજવી હતી. એક પછી એક અનેક ફિલ્મોમાં શાનદાર અભિનયથી બોલિવૂડમાં અગ્રેસર રહેનાર પ્રિયંકા સાથે બોલિવૂડમાં ભેદભાવ થયો હોવાનું સામે આવ્યું છે અને આ અંગે ખુદ પ્રિયંકાએ જ સ્પષ્ટતા કરી છે.

પ્રિયંકાએ તેની બોલિવૂડ કારકિર્દી અંગે જણાવ્યું હતું કે, તેણે શા માટે અમેરિકામાં કામ કરવાનું શરૂ કર્યું તેની પાછળ ઘણા કારણો હતા. તે કહે છે કે, બોલિવૂડ કરિયર દરમિયાન એક સમય એવો આવ્યો હતો જયારે એક પછી એક મારી છ ફિલ્મો ફ્લોપ ગઇ હતી. એક મેગેઝિને તો મારી કારકિર્દી પૂરી થઈ ગઈ છે તે રીતે મને સંબોધી હતી અને ત્યારબાદ, મેં અમેરિકામાં મ્યુઝિક કરિયર શરુ કરવાનું વિચાર્યુ હતું. કારણ કે, મને જે પ્રકારની ફિલ્મો મળી રહી હતી તે મને પસંદ ન હતી અને આથી મારી અને મારા માતાની ચિંતા વધી હતી. આ સાથે જ તેણે ઉમેર્યું હતું કે, મને બોલિવૂડમાંથી કોઈપણ દિવસ સપોર્ટ મળ્યો ન હતો અને તેની પાછળનું કારણ કદાચ હું ‘નેપો કીડ’ નથી તે હોઈ શકે છે.

બોલિવૂડમાં મને સાઈડ લાઈન કરવામાં આવી હોય તેવો અહેસાસ થઈ રહ્યો હતો. મેં જોયું કે, લોકો મારા પ્રત્યે અણગમો રાખી રહ્યા છે અને મને ફિલ્મોમાં ઓફર મળતી નહોતી. હું એવી વ્યક્તિ નથી જે પોલિટિક્સમાં માને છે અને કેવી રીતે ગેમ પ્લાન કરવી તે જાણે છે એટલે જ મેં બ્રેક લેવાનું નક્કી કર્યું હતું. મ્યુઝિક કરિયર શરૂ કરવાના કારણે મને એક નવી ઓળખાણ મળી અને દુનિયાએ મારા કામ અને ટેલેન્ટને જાણ્યું હતું.

પ્રિયંકા કહે છે કે, મને સતત ટેન્શનમાં જોઈને મારી માતા પણ ચિંતિત હતી. તેણે એક દિવસ મારી પાસે આવીને મને હિંમત આપતા કહ્યું હતું કે, હવે મારી ઉંમર 30 વર્ષની થઈ ગઈ છે અને ઈન્ડસ્ટ્રી માટે હવે તું પહેલા જેવી યુવાન નથી રહી. ઈન્ડસ્ટ્રીમાં ફિલ્મ મેકર્સ અને એક્ટર્સ 20 વર્ષની અભિનેત્રીઓ સાથે કામ કરવા ઇચ્છે છે. આ કારણે તારે હવે આવકના અન્ય સ્ત્રોત વિષે વિચારવું જોઈએ અને જો તેમ કરીશ તો જ તું લાંબા સમય સુધી ટકી રહીશ. એક્ટિંગની સાથે પ્રોડક્શન હાઉસ શરુ કરવા પાછળ પણ આ જ કારણ હતું. મારી માતા જાણતી હતી કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે હું એક આઉટસાઈડર છું અને અન્ય એક્ટર્સની જેમ મારા સપોર્ટ માટે કોઈ આગળ નહીં આવે. જે પણ કરવાનું છે તે મારે જાતે જ કરવાનું છે. મારી માતાએ મને હંમેશા સપોર્ટ આપ્યો છે.

LEAVE A REPLY