બોલીવૂડમાં સફળતાનો સ્વાદ ચાખી ચૂકેલો અભિનેતા આયુષમાન ખુરાના આજકાલ થોડો નિરાશ છે. તેની છેલ્લી બે ફિલ્મો ‘અનેક’ અને ‘ચંદીગઢ કરે આશિકી’ નિષ્ફળ જતાં આયુષમાને પોતાની ફીમાં ધરખમ ઘટાડો કરી નાખ્યો છે.
કહેવાય છે કે અત્યાર સુધી ફિલ્મ દીઠ 25 કરોડ રૂપિયા જેવી ધરખમ રકમ લેતાં આયુષમાને હવે પોતાની ફી ઘટાડીને 15 કરોડ કરી નાખી છે. આયુષમાન અભિનેતા ઉપરાંત સારો ગાયક પણ છે. ‘ડૉ.જી’ ફિલ્મ માટે તેણે હમણાં ‘ઓ સ્વીટી સ્વીટી…’ મુખડાવાળું ગીત ગાયું, જેને કંપોઝ અમિત ત્રિવેદીએ કર્યું છે. આયુષ્યમાન કહે છે, ‘હું તો પહેલેથી જ સંગીતનો ચાહક રહ્યો છું. મેં અને અમિતે ‘અંધાધૂંધ’માં પણ સાથે કામ કર્યું હતું.’
આયુષ્યમાન અત્યાર સુધીમાં ઘણાં ગીતો ગાઈ ચૂક્યો છે. તેની પ્રથી જ ફિલ્મ ‘વિકી ડોનર’ માટે એણે ‘પાની દા રંગ’ ગીત ગાયેલું જે સુપરહિટ પૂરવાર થયું હતું. આ સિવાય ‘મેરે લિયે તુમ કાફી હો’ (ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન’), ‘નઝ્મ નઝ્મ’ (‘બરેલી કી બરફી’), ‘સાડી ગલી આજા’ (‘નૌટંકી સાલા’) જેવાં ઘણાં ગીતો એણે ગાયાં છે. આજે પણ આયુષ્યમાન બોલિવુડનો એકમાત્ર સિંગિંગ સ્ટાર છે! જોકે, તેણે હંમેશા અભિનયને પ્રાથમિકતા આપી છે. કારકિર્દીના આરંભથી જ હટકે ભૂમિકાઓ ભજવવા જાણીતા બનેલા આયુષમાન પાસે અત્યાર સુધી સતત કામ આવતું રહ્યું છે, પરંતુ એવું લાગે છે કે હમણાં હમણાં તેની કિસ્મતનો સિતારો ઝંખવાયો છે.