મધ્યપ્રદેશમાં ભારત જોડો યાત્રા દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતાં શનિવારે જણાવ્યું હતું કે ભાજપના લોકો જય સિયારામ બોલતા નથી, કારણ કે તેમના સંગઠનમાં સીતાનું કોઇ સ્થાન નથી. ભારત જોડો યાત્રા દરમિયાન રાહુલ ગાંધીએ પહેલા સવાલ કર્યો હતો કે ભાજપના લોકો જય શ્રી રામ બોલે છે, પરંતુ જય સિયારામ અને હે રામ કેમ બોલતા નથી, કારણ તેઓ મહિલાનું સન્માન કરતાં નથી. કોંગ્રેસ નેતાએ ભાજપ અને આરએસએસના લોકોને જય સિયારામ બોલવાની સલાહ પણ આપી હતી તથા જય શ્રી રામ અને જય સિયારામ વચ્ચેનો તફાવત સમજાવ્યો હતો.
કોંગ્રેસની ભારત જોડો યાત્રા શુક્રવારે મધ્યપ્રદેશના આગર-માલવામાં હતી. આ દરમિયાન આગરમાં એક સભાને સંબોધિત કરતી વખતે ‘જય શ્રી રામ’, ‘જય સિયારામ’ અને ‘હે રામ’ના નારાનું પોતાની શૈલીમાં અર્થઘટન આપણે જય સિયારામ કહીએ ત્યારે સમાજમાં સીતાની જેમ સ્ત્રીઓનું સન્માન કરીએ છીએ.
રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પંડિતજીએ મને કહ્યું હતું કે તમે તમારા ભાષણમાં પૂછો કે ભાજપના લોકો જય શ્રી રામ બોલે છે, પરંતુ જય સિયારામ અને હે રામ કેમ નથી બોલતા. તેઓ સિયારામ અને સીતારામ કહી શકતા નથી, કારણ કે તેમના સંગઠનમાં કોઈ મહિલા નથી, તેથી તે જય સિયારામનું સંગઠન નથી, તેમના સંગઠનમાં સીતા આવી શકે નહીં, સીતાને બહાર ફેંકી દેવામાં આવી છે.