Why Anguri Bhabhi is still unmarried
(Photo by -/AFP via Getty Images)
જાણીતી કોમેડી સીરિયલ ‘ભાભી જી ઘર પર હૈં’માં ‘અંગૂરી ભાભી’નું પાત્ર ઘરે-ઘરે જાણીતું છે. ‘અંગૂરી ભાભી’નું પ્રથમ પાત્ર ભજવનાર શિલ્પા શિંદે તે સીરિયલની સાથે પોતાના અંગત જીવનને કારણે પણ ચર્ચામાં છે. કહેવાય છે કે તે સહ કલાકાર રોમિત રાજ સાથે લગ્ન કરવાની હતી પરંતુ છેલ્લી ક્ષણે તેના લગ્ન તૂટી ગયા.
તેમના લગ્નની કંકોત્રી પણ છપાઈ ગઇ હતી, લગ્નની સંપૂર્ણ તૈયારીઓ અને પ્રસંગો પણ શરૂ થઈ ગયા હતા. પરંતુ છેલ્લી ક્ષણે શિલ્પાએ લગ્ન કરવાની ના કહી હતી. આ અંગે તેની માતાએ જણાવ્યું હતું કે, જ્યારે તેમની પુત્રીને રોમિત રાજે પ્રપોઝ કરી હતી ત્યારે શિલ્પાએ સંબંધ માટે હા કહી હતી પરંતુ બાદમાં તેમને ખબર પડી કે તેઓ બંનેના વિચારો ખૂબ જ જુદા છે અને બંનેના પરિવારો પણ ખૂબ જ અલગ છે. લાંબા સમયગાળાના સંબંધોમાં તમે તમામ બાબતોમાં સમાધાન કરી શકતા નથી. તેથી જ મારી પુત્રીએ લગ્ન તોડી નાખ્યા. તેણે વિચાર્યું હતું કે, પછી છૂટાછેડા લેવા કરતાં લગ્ન પહેલા જ સંબંધ તોડવો વધુ સારું છે. ત્યાર પછી તે ડીપ્રેશનમાં હતી. ઉલ્લેખનીય છે કે, શિલ્પા અને રોમિત 2007માં ટીવી સીરિયલ ‘માયકા’માં સાથે જોવા મળ્યા હતા. આ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડ્યા હતા. રોમિત રાજના પ્રપોઝ કર્યા પછી બંને એકબીજાને ડેટ કરવા લાગ્યા હતા. આ પછી તેણે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.

LEAVE A REPLY