WHO warns, Corona virus will be found permanently in humans and animals

વિશ્વભરમાં કોરોનાના કેસ નિયંત્રણમાં આવી રહ્યા છે ત્યારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) કોવિડ-19 અંગે ચેતવણી ઉચ્ચારતા તેને હજુ પણ વૈશ્વિક સંકટ ગણાવ્યું છે. ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા મુજબ આ જીવલેણ વાઇરસ ભવિષ્યમાં પણ મનુષ્યો અને પ્રાણીઓમાં ‘કાયમી રોગ’ તરીકે જોવા મળશે. WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ એધેનમ ઘેબ્રેયેસસે જણાવ્યું હતું કે, “વિશ્વ મહામારીના ચોથા વર્ષમાં પ્રવેશ્યું છે ત્યારે આપણે એક વર્ષ પહેલાંની તુલનામાં સારી સ્થિતિમાં છીએ તેમાં બેમત નથી. એક વર્ષ અગાઉ ઓમિક્રોનનું સંક્રમણ ચિંતાજનક હતું. જોકે, હજુ પણ કોવિડ-૧૯ ગ્લોબલ હેલ્થ ઇમરજન્સી છે. ત્રણ વર્ષ પહેલાં મેં કોવિડ-૧૯ના વૈશ્વિક ફેલાવાને જોતાં તેને આંતરરાષ્ટ્રીય ચિંતા ઉપજાવે તેવી જાહેર હેલ્થ ઇમરજન્સી જાહેર કરી હતી. આંતરાષ્ટ્રીય આરોગ્યના નિયમો મુજબ આ સર્વોચ્ચ સ્તરની ચેતવણી હતી.

અત્યારે પણ એ જ સ્તરની ચેતવણી ચાલુ છે.” મને કોરોના વાઇરસ માટેની ઇમરજન્સી કમિટીએ સલાહ આપી છે કે, “કોવિડ-૧૯ વૈશ્વિક હેલ્થ ઇમરજન્સી છે.” સમિતિએ કબૂલ્યું હતું કે, કોરોના મહામારી ‘નિર્ણાયક તબક્કા’માં પહોંચી રહી છે. તેમણે જણાવ્યું હતું કે, “વૈશ્વિક સ્તરે રોગપ્રતિકારકતાનું પ્રમાણ સંક્રમણ અથવા વેક્સિનેશન દ્વારા વધારી શકાય છે અને તે કોરોના વાઇરસના મૃત્યુદરને ઘટાડી શકે. જોકે, એ વાતમાં કોઈ શંકા નથી કે આ વાઇરસ મનુષ્યો અને પ્રાણીઓમાં આગામી વર્ષોમાં કાયમી રોગ તરીકે રહેશે.” WHOના જણાવ્યા અનુસાર વાઇરસને મનુષ્યો અને પ્રાણીઓમાંથી નાબૂદ કરવો લગભગ અશક્ય છે. જોકે, તેનાથી થતા મૃત્યુદરને ઘટાડી શકાય છે અને એ ‘પ્રાથમિક લક્ષ્યાંક’ રહેવો જોઇએ.

LEAVE A REPLY