વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન્સ (WHO)ના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ અધાનમ ઘેબ્રેયસસે ટ્વિટર પર સોમવારે કહ્યું હતું કે “વિશ્વના ઘણા ભાગોમાં, આજનો દિવસ સૌથી ગરમ દિવસ હોવાની આગાહી કરવામાં આવી છે. આ રેકોર્ડ આ વર્ષે ઘણી વખત તૂટ્યો છે. હીટવેવ આપણા સ્વાસ્થ્ય અને જીવનને જોખમમાં મૂકે છે. #ClimateCrisis એ ચેતવણી નથી, તે હકિકતમાં થઈ રહ્યું છે. હું વિશ્વના નેતાઓને હવે પગલાં લેવા વિનંતી કરું છું.’’