આ વર્ષે બોલીવૂડની ઘણી અભિનેત્રીઓની અનેક ફિલ્મો અને વેબસીરિઝો પ્રદર્શિત થઈ છે. આ વેબસીરિઝનું રેટિંગ પણ સારું છે. અહીં એવી અગ્રણી અભિનેત્રી અંગે માહિતી રજૂ કરવામાં આવી છે જે ફિલ્મોની સાથે વેબસીરિઝમાં પણ ઇચ્છિત ફી મેળવી રહી છે.
તમન્ના ભાટિયા
લસ્ટ સ્ટોરીઝ માટે ચાર કરોડ ફી લીધી
લસ્ટ સ્ટોરીઝમાં વિજય વર્મા સાથે રોમેન્ટિક સીન્સ આપીને ચર્ચા જગાવનાર તમન્ના ભાટિયાએ આ વેબસીરિઝ માટે ફી પેટે ચાર કરોડ લીધા હોવાનું કહેવાય છે.
કાજોલ
ધ ટ્રાયલ માટે 2 કરોડ લીધા
કાજોલની વેબસીરિઝ ધ ટ્રાયલ પણ આ વર્ષે રિલીઝ થઈ હતી. કહેવાય છે કે તેને આ વેબસીરિઝના નિર્માતા તરફથી એક એપિસોડ માટે રૂ. 20થી 25 લાખ ચૂકવવામાં આવ્યા હતા. એટલે કે આઠ એપિસોડની આ સીરિઝ માટે તેને રૂ. 1.6 કરોડથી 2 કરોડ મળ્યા હતા.
મૃણાલ ઠાકુર
લસ્ટ સ્ટોરીઝ માટે 3 કરોડ મળ્યા
તમન્ના ભાટિયાની જેમ મૃણાલ ઠાકુર પણ લસ્ટ સ્ટોરીઝમાં જોવા મળી હતી. તેણે આ વેબસીરિઝ માટે ત્રણ કરોડ રૂપિયા લીધા હોવાની ચર્ચા હતી.
સુષ્મિતા સેન
તાલી માટે બે કરોડ ફી તરીકે લીધા
બોલીવૂડની બ્યૂટી ગર્લ સુષ્મિતા સેનની તાલી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ સીરિઝમાં તેની પડકારજનક ભૂમિકા હતી. તેને આ પ્રોજેક્ટ માટે બે કરોડ રૂપિયા મળ્યા હોવાનું કહેવાય છે.
કરીના કપૂર ખાન
જાને જાન માટે 10 કરોડ રૂપિયા લીધા
કરીના કપૂર ખાન આ દિવસોમાં તેની ફિલ્મ જાને જાનના કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મ નેટફ્લિક્સ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં તેની સાથે જયદીપ અહલાવત અને વિજય વર્મા છે. આ ફિલ્મ માટે કરીના કપૂર ખાનને અંદાજે 10 કરોડ રૂપિયા મળ્યા છે.
રાધિકા આપ્ટે
સેક્રેડ ગેમ્સ, ઓકે કોમ્પ્યુટર, મેઇડ ઈવ હેવન જેવી સીરિઝમાં જોવા મળેલી રાધિકા આપ્ટે એક પ્રોજેકટ માટે રૂ. ચાર કરોડની ફી લઇ રહી હોવાનું કહેવાય છે.