Who is Manushi Chhillar with?
(ANI Photo)

સોંદર્ય સામ્રાજ્ઞી માનુષી છિલ્લર અત્યારે બિઝનેસમેન નિખિલ કામથને ડેટ કરી રહી છે તેવું કહેવાય છે. સૂત્રોના જણાવ્યા મુજબ બંન્ને જણા 2021થી એક-બીજાના ગાઢ સંપર્કમાં છે.  જોકે તેઓ પોતાના સંબંધને છુપાવામાં અત્યાસ સુધી સફળ રહ્યા છે.

સૂત્રો કહે છે કે, તેઓ મોટાભાગનો સમય સાથે જ પસાર કરતા હોય છે. તેઓ છેલ્લે ઋષિકેશ પણ સાથે જ ગયા હતા.  માનુષી અને નિખિલ સાથે રહેવા લાગ્યા છે. બન્નેના પરિવારજનો અને મિત્રો તેમના આ સંબંધ અંગે જાણે છે.  તેમના આવા સંબંધની ચર્ચા થાય તે તેમને પસંદ પણ નથી. 35 વર્ષીય નિખિલ બેગલુરુમાં રહે છે અને એક સફળ બિઝનેસમેન છે. 2019માં તેના લગ્ન આમંદા સાથે ઇટલીમાં થયા હતા. પરંતુ એક જ વર્ષમાં તેમના લગ્ન જીવનનો અંત આવ્યો હતો અને તેમણે 2021માં છૂટાછેડા લીધા હતા. માનુષી સોંદર્ય સ્પર્ધામાં વિજેતા થયા પછી અક્ષય કુમાર સાથેની પૃથ્વીરાજ ફિલ્મથી બોલીવૂડમાં પદાર્પણ કર્યું હતું.

LEAVE A REPLY