ઇન્ટરનેશનલ લેવલના ફિલ્મ રસીકોમાં અભિનેત્રી જેનિફર લોપેઝ લોકપ્રિય છે. કહેવાય છે કે, જેનિફર બ્રિટિશ ઇન્ડિયન ફિલ્મ કલાકાર દેવ પટેલ સાથે ફિલ્મમાં કામ કરવા માટે ખૂબ જ આતુર છે. તાજેતરમાં જેનિફરે દેવ પટેલની પ્રશંસા કરી હતી અને તેને દેવ પટેલની ફિલ્મો પસંદ છે તેવું પણ જણાવ્યું હતું. તાજેતરમાં જ જેનિફરે પોતાની થ્રિલર ફિલ્મ ‘એટલાસ’ અંગે મીડિયાને દેવ પટેલની પ્રતિભા વિશે ચર્ચા કરી હતી. જેનિફરે ખૂબ ઉત્સાહપૂર્વક દેવનો ઉલ્લેખ કર્યો હતો અને તેની સાથે કામ કરવાની ઇચ્છા પણ વ્યક્ત કરી હતી. તેણે દેવ પટેલના કામના વખાણ કરતાં કહ્યું કે, તે એક અનોખો કલાકાર છે. તેનો અભિનય પણ દર્શકોને પસંદ છે.
એક તરફ જેનિફર લોપેઝના ચાહકો તેની અને દેવ પટેલની ફિલ્મની રાહ જોઈ રહ્યા છે, ત્યારે 54 વર્ષીય જેનિફર તેની નવી ફિલ્મ ‘એટલાસ’નાં પ્રમોશનમાં વ્યસ્ત છે. જેમાં તે એક ડેટા એનાલિસ્ટ એટલાસ શેફર્ડની મુખ્ય ભૂમિકામાં છે. જેમાં જેનિફરે આખી ફિલ્મમાં પોતાની હેરસ્ટાઇલ દ્વારા પોતાના કેરેક્ટરને દર્શાવ્યું છે. આ કેરેક્ટર અંગે વાત કરતાં જેનિફરે કહ્યું કે, આ ફિલ્મમાં કેરેક્ટરની હેરસ્ટાઇલ મહત્વની છે.

LEAVE A REPLY