બોલિવૂડ અભિનેતા રણદીપ હુડાને શ્રી રામ જન્મભૂમિ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ માટે આમંત્રણ મળ્યું હતું. (ANI Photo) ·

ભારતમાં અત્યારે અયોધ્યા-રામમંદિર-રામલલ્લાની જ ચર્ચા છે.અયોધ્યાના રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ માટે દેશ-વિદેશના અનેક લોકોને નિમંત્રણ પાઠવવામાં આવ્યા છે, તેમાંથી બોલીવૂડના સેલેબ્સ પણ બાકાત નથી. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પછી રણદીપ હુડ્ડાને અયોધ્યા રામ મંદિરનું નિમંત્રણ મળ્યું છે.

રણદીપે પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ પત્ની સાથે ફોટો પોસ્ટ કર્યો છે અને તેની પત્ની આમંત્રણ પત્રિકા દેખાડી રહી છે. ઐતિહાસિક કાર્યક્રમમાં હાજરી આપવા માટે પોતાને આમંત્રણ પત્રિકા મળતાં અભિનેતાની ખુશી ચહેરા પર સ્પષ્ટ જોવા મળી રહી છે. એક્ટરે ફોટોની કેપ્શનમાં રામ રામ લખ્યું છે. રણદીપ હુડ્ડાએ હાલમાં જ તેનાથી નાની ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કર્યા હતા અને એના લગ્નના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થયા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા ટીવી સીરિયલ રામાયણની સીતા તરીકે ઘર ઘરમાં લોકપ્રિય થયેલા દીપિકા ચિખલિયાને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને એ સમયે એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર ફોટો પોસ્ટ કરીને કેપ્શનમાં લખ્યું હતું કે ઐતિહાસિક ક્ષણમાં સહભાગી થવાની તક આપવા બદલ ખૂબ ખૂબ આભાર અત્યાર સુધીમાં બોલીવૂડમાંથી આ અયોધ્યામાં પ્રાણપ્રતિષ્ઠામાં હાજરી આપવાનું આમંત્રણ અમિતાભ બચ્ચન, કંગના રનૌત, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, અનુપમ ખેર, માધુરી દીક્ષિત, રાજકુમાર હિરાણી, રોહિત શેટ્ટી, સાઉથના સ્ટાર્સમાં ધનુષ, ચિરંજીવી, રજનીકાંત, પ્રભાસ અને મોહનલાલને મળી ચૂક્યું છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments