વિશ્વ આરોગ્ય સંગઠન(WHO)ના વડા ટેડ્રોસ ગેવ્યેસિસે વિશ્વને એવી ચેતવણી આપી છે કે, કોરોના વાઇરસ હાલમાં તો આપણી વચ્ચેથી જવાનો નથી અને લાંબા સમય સુધી તે રહેવાનો છે. તેમણે દુનિયાને સાવચેત રહેવા માટે અપીલ કરીને કહ્યુ છે કે, એશિયા અને મિડલ ઈસ્ટના દેશોમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા છે.
બીજી તરફ કોરોનાની વેક્સીન પણ આપવામાં આવી રહી છે પરંતુ લોકોએ બેદરકારી દાખવવાની નથી.રોજે રોજ સાવધાની રાખવી જરુરી છે. આ વાઇરસન રોકી શકાય છે અને ઘણા દેશો સફળ પણ થયા છે. હવે તેઓ ખુશી મનાવી રહ્યા છે.
તેમણે કહ્યુ છે કે, દુનિયાના અર્થતંત્રો ખુલે, વિવિધ દેશો વચ્ચે વેપાર અને મુસાફરી ફરી શરુ થાય તે જોવાની ઈચ્છા છે પણ જ્યારે કેટલાક દેશોમાં મોતનો આંકડો વધી રહ્યો છે ત્યારે લોકોએ સાવધ રહેવાની જરુર છે.
ટ્રેડોસે કહ્યુ હતુ કે, કોરોના વાઇરસનુ સંક્રમણ લાંબા સમય સુધી આપણી વચ્ચે રહેવાનુ છે. પણ તેની સામે હકારાત્મક વલણ અપનાવવુ પડશે. વર્ષની શરુઆતમાં કોરોનાના કેસ ઘડી રહ્યા હતા પણ હવે ફરી સંક્રમણ તેજ બન્યુ છે. તેની સામે સાવધ રહેવાની અને વેક્સીન લેવાની જરુર છે.