U.S. January 20, 2025. REUTERS/Carlos Barria

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વ આરોગ્ય સંસ્થામાં (WHO)થી અમેરિકાની એક્ઝિટની પ્રક્રિયા શરૂ કરવાના એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતાં. આ વૈશ્વિક સંગઠનમાંથી નીકળી જવાનો અમેરિકામાં પાંચ વર્ષમાં આ બીજો આદેશ છે. ટ્રમ્પે ફેડરલ કર્મચારીઓ માટે વર્ક ફ્રોમ હોમનો અંત લાવવાના ઓર્ડર પર પણ હસ્તાક્ષર કર્યા હતા.

સોમવારે બીજી ટર્મ માટે શપથ લીધા પછી ટ્રમ્પે ઇમિગ્રેશનથી લઈને વિદેશ નીતિ અને આબોહવા પરિવર્તન સુધીના મુદ્દાઓ પર અનેક એક્ઝિક્યુટિવ આદેશ પર હસ્તાક્ષર કર્યા હતાં. ટ્રમ્પે પ્રથમ ટર્મમાં 2020 કોરોના મહામારી દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ)ની આકરી ટીકા કરી હતી.

ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં ઓવલ ઓફિસ ખાતે જણાવ્યું હતું કે ચીનમાં 1.4 બિલિયનનની વસ્તી છે અને અમેરિકામાં 325 મિલિયન લોકો છે. તેઓ 39 મિલિયન ડોલર ચુકવે છે, જ્યારે અમેરિકા 500 મિલિયનની સહાય આપે છે. તે મને અન્યાયી લાગે છે. તે કારણથી WHOમાંથી નીકળી જવાનો નિર્ણય કર્યો છે.

વર્ક ફ્રોમ હોમને સમાપ્ત કરવાના ઓર્ડર પછી પ્રેસિડન્ટના હસ્તાક્ષર પછી વ્હાઇટ હાઉસે જણાવ્યું હતું કે સરકારની એક્ઝિક્યુટિવ શાખાના તમામ વિભાગો અને એજન્સીઓના વડાઓ, શક્ય તેટલી વહેલી તકે, રિમોટ વર્ક સિસ્ટમ સમાપ્ત કરવા માટેના તમામ જરૂરી પગલાં લેશે.ઓર્ડર મુજબ કર્મચારીઓએ “પૂર્ણ-સમયના ધોરણે તેમના સંબંધિત ડ્યુટી સ્ટેશનો પર વ્યક્તિગત રીતે કામ પર પાછા ફરવું પડશે. જો કે વિભાગ અને એજન્સીના વડાઓ તેઓને જરૂરી લાગે તેવી છૂટ આપી શકે છે.

LEAVE A REPLY