Introduction of the Citizenship Act abolishing country-wise quotas for green cards in the United States
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકામાં વ્હાઈટ હાઉસ ગ્રીન કાર્ડની અરજીઓના એડજ્યુડિકેશન અને પ્રોસેસિંગના સમયને ઘટાડી છ મહિના કરવા અંગે પ્રેસિડેન્શિયલ કમિશનની ભલામણો પર વિચારણા કરી રહ્યું છે. અમેરિકાની સરકાર એપ્રિલ ૨૦૨૩ સુધીમાં બેકલોગ દૂર કરવા તૈયારી કરી રહ્યું છે. જો આ દરખાસ્તનો અમલ થશે તો અનેક ઇમિગ્રેન્ટ પરિવારો અને ખાસ કરીને ભારત અને ચીન જેવા દેશોના ઇમિગ્રન્ટને લાભ થશે. પ્રેસિડેન્શિયલ કમિશને આ વર્ષે મે મહિનામાં આ ભલામણો કરી હતી.
પ્રેસિડેન્શિયલ કમિશને શુક્રવારે પ્રથમ રિપોર્ટ જાહેર કર્યો હતો, જેમાં ૧૨મી મેએ મંજૂર થયેલી અને ૨૪મી ઓગસ્ટે પ્રેસિડન્ટને મોકલવામાં આવેલી ભલામણો અંગે વિગતવાર માહિતી અપાઈ હતી. વ્હાઈટ હાઉસ ડોમેસ્ટિક પોલિસી કાઉન્સિલ હાલમાં આ ભલામણોની સમીક્ષા કરી રહી છે. આ ભલામણો અંતિમ નિર્ણયો પ્રેસિડન્ટ બાઇડન કરશે.

કમિશને તેના રીપોર્ટમાં ભલામણ કરી હતી કે જો યુનાઇટેડ સ્ટેટ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિસ (USCIS) દ્વારા ક્વેરી કે સવાલ ઉઠાવવામાં ન આવે તો અરજીઓને છ મહિનામાં પ્રોસેસ કરવાનો લક્ષ્યાંક છે.
સિલિકોન વેલી સ્થિત ભારતીય અમેરિકન ઉદ્યોગપતિ અજય જૈન ભૂટોરિયાએ સમુદાયમાંથી પ્રાપ્ત પ્રતિક્રિયાઓના

આધારે આ વર્ષે મેમાં કમિશનની પહેલી બેઠક દરમિયાન આ મુદ્દે દરખાસ્ત રજૂ કરી હતી. આ દરખાસ્ત કમિશને સર્વસંમતિથી સ્વીકારી લીધી હતી.

કમિશનના રિપોર્ટ મુજબ કોરોના સંબંધિત નિયંત્રણો અને સ્ટાફની અછતને કારણે ગ્રીન કાર્ડનું પ્રોસેસિંગ મુશ્કેલ બન્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧માં ઉપલબ્ધ વાર્ષિક ૨,૨૬,૦૦૦ ગ્રીન કાર્ડમાંથી માત્ર ૬૫,૪૫૨ પરિવાર આધારિત ગ્રીન કાર્ડ્સ જ ઈશ્યુ થઈ શક્યા હતા.

કમિશને કહ્યું કે, સ્ટેટના નેશનલ વિસા સેન્ટર વિભાગે ઑગસ્ટ ૨૦૨૨થી ત્રણ મહિનામાં ૧૦૦ ટકા ગ્રીન કાર્ડ અરજીઓના ઈન્ટર્વ્યૂ કરવાની ક્ષમતા વધારવા માટે વધુ અધિકારીઓની નિમણૂક કરવી જોઈએ અને ગ્રીન કાર્ડ અરજીઓ તથા વિઝા ઈન્ટર્વ્યૂ વધારીને અને એપ્રિલ ૨૦૨૩ સુધીમાં ૧૫૦ ટકા નિર્ણયોને સ્થગિત કરે તથા ૨૦૨૩ના અંત સુધીમાં વર્તમાન બેકલોગ દૂર કરે. ત્યાર પછી ગ્રીન કાર્ડ વીઝા ઈન્ટર્વ્યૂ અને વીઝા ઈશ્યુ કરવાની સમય મર્યાદા છ મહિના સુધી મર્યાદિત કરવાનો ટાર્ગેટ રાખવો જોઈએ.

LEAVE A REPLY