અમેરિકાના વ્હાઈટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેલિ મેકઇનેનીનો રીપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. પ્રમુખ ટ્રમ્પનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો તેના ત્રણ દિવસ પછી પ્રેસ સેક્રેટરીને પણ કોરોનાના લક્ષણો જણાયા હતા. પ્રેસ સેક્રેટરીએ ટ્વીટરમાં આ અંગેની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે તેઓનો ટેસ્ટ અગાઉ નેગેટિવ આવ્યા હતા અને કોઇ કોરોના કોઇ લક્ષણો નથી.
સૂત્રોએ જણાવ્યું હતું કે મેકઇનેની બે ડેપ્યુટીનાના કોરોના ટેસ્ટ પણ પોઝિટિવ આવ્યા છે. વ્હાઇટ હાઉસના સ્ટાફમાં કોરોનાથી કેસથી એ સંકેત મળે છે કે પ્રેસિડન્ટ કોરોનાગ્રસ્ત થયા બાદ પણ ત્યાં સાવચેતી રાખવામાં આવતી નથી.