જગવિખ્યાત બ્રિટીશ મહારાણી એલીઝાબેથ દ્વિતીયના મૃત્યુ બાદ શું કરવું એના માટે બ્રિટીશ સરકાર અને બ્રિટીશ શાહી પરિવારે ‘ઓપરેશન લંડન બ્રીજ’ નામની એક યોજના છેક ૧૯૬૦થી તૈયાર કરવામાં આવી છે. જે પ્લાન દર વર્ષે બદલાય છે અને તેમાં સુધારા વધારા કરાય છે.
કોડ નેમ ‘ઓપરેશન લંડન બ્રીજ ઈઝ ડાઉન’ એવી જાહેરાત કરાય એટલે સમગ્ર નોર્ધર્ન આયર્લેન્ડ અને બ્રિટનના લોકો સમજી જાય છે કે મહારાણી મૃત્યુ પામ્યા છે. આ પ્લાન અંતર્ગત સરકારે હવે શું કરવું, કોણ તેમના ઉત્તરાધિકારી બનશે, મહારાણીની અંતિમક્રિયા, શોક પાળવા અંગે, તેમના ફ્યુનરલ સહિતની ઝીણામાં ઝાણી નોંધ ઓપરેશન લંડન બ્રીજમાં રાખવામાં આવે છે. આ યોજનામાં કેટલીક નોંધો તો ખુદ મહારાણીએ પોતે કરી છે.
આ યોજનામાં મૃત્યુ પછી પ્રિન્સ ચાર્લ્સ રાજા બનશે, મૃત્યુના દિવસે જ તેઓ રાષ્ટ્રને સંબોધન કરશે, સરકાર વતી વડાપ્રધાન સૌથી પહેલું નિવેદન આપશે, મૃત્યુના ૧૦માં દિવસે તેમની અંતિમક્રિયા કરાશે વગેરે આયજનો કરાયા છે.