What is Jai Bhanushali's pain?
(ANI Photo)

જય ભાનુશાલીનું કહેવું છે કે શો હોસ્ટ કરનારાઓને આજે પણ જોઈએ એટલું શ્રેય નથી મળતું. તેનું એમ પણ કહેવું છે કે જ્યારે કોઈ શોનો પ્રોમો શૂટ કરવામાં આવે છે ત્યારે એમાંથી હોસ્ટને બાકાત રાખવામાં આવે છે. એ વાતને લઈને તે નારાજ છે. આ અંગે જય ભાનુશાલીએ કહ્યું કે, ‘મને આજે પણ એવું લાગે છે કે શો સફળ થયા પછી પણ તેને હોસ્ટ કરનારને જોઈએ એટલું શ્રેય નથી મળતું. અમારું કામ લોકોને મનોરંજન પૂરું પાડવાનું છે અને ક્યારેક તો લોકોને હસાવવા માટે અમે અમારા પર જ જોક કરીએ છીએ. આ જ કારણ છે કે અમારા તરફ ધ્યાન નથી અપાતું. એક અભિનેતા તરીકે તેમને નેશનલ અવોર્ડ મળે છે. અમને શું કામ નેશનલ અવોર્ડ નથી મળતો? નેશનલ અવોર્ડમાં બધી જ કેટેગરી છે, પરંતુ એન્કરિંગની નથી. આ જ કારણથી મને લાગે છે કે અમારા કામની પ્રશંસા નથી થઈ રહી.’

તેનું કહેવું છે કે તેમને સ્ટેજ પર પોતાની ટેલેન્ટ દર્શાવવાની હોય છે. એ વિશે જયે કહ્યું કે ‘કોમેડિયન્સ કરતાં પણ અમારું કામ અઘરું છે. તેમને માટે ચાર જણ સ્ક્રિપ્ટ લખે છે. જોકે અમે સ્ટેજ પર હોઈએ છીએ ત્યારે અમને સ્ક્રિપ્ટ મળે છે, પણ ત્યારે અમે સ્પર્ધકોને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા હોઈએ છીએ. તેમનું પર્ફોર્મન્સ પૂરું થાય ત્યારે લોકોને મનોરંજન પૂરું પાડવા માટે અમારે જાતે જ ટેલેન્ટ દેખાડવાની હોય છે તે મોટો પડકાર હોય છે.’

 

LEAVE A REPLY