રાજ્યાભિષેક પ્રસંગે વેસ્ટ મેન્સ્ટર એબીના ગ્રેટ વેસ્ટ ડોર ખાતે વિવિધ ધર્મોના નેતાઓ અને પ્રતિનિધિઓ દ્વારા મહારાજાનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જ્યાં તેમણે મહારાજાને કહ્યું હતું કે ‘’મહામહિમ, ફેઇથના પડોશીઓ તરીકે, અમે જાહેર સેવાના મૂલ્યને સ્વીકારીએ છીએ. અમે થેંક્સગિવીંગમાં અને સામાન્ય ભલાઈ માટે તમારી સાથે સેવામાં તમામ ધર્મો અને માન્યતાઓ ધરાવતા લોકો સાથે એક થઈએ છીએ.’’