દેશમાં કોરોના હવે વિસ્ફોટક ગતિએ આગળ વધવા લાગ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ ભા૨તમાં કોરોનાના પોઝીટીવ કેસ 17000ની નજીક પહોંચ્યા હોય તેવી આ પ્રથમ ઘટના છે અને આગામી દિવસોમાં તે આંક પણ વધી શકે છે.
પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી સ૨કારે હવે લોકડાઉન 31 જુલાઈ સુધી લંબાવાની જાહેરાત કરી છે.
ગઈકાલે રાજયમાં સર્વપક્ષીય બેઠક મળી હતી તેમાં મમતા બેનર્જીએ કોરોનાનું ચિત્ર ૨જુ ર્ક્યા બાદ લોકડાઉન હવે ૩૧ જુલાઈ સુધી લોકડાઉન લંબાવવા નિર્ણય લેવાયો છે જે તા.30 જુનના રોજ પુરૂ થતું હતું.
આ સમય દ૨મ્યાન મેટ્રો અને પરાની ટ્રેનો બંધ ૨હેશે. તામિલનાડુએ કોરોનાના કેસ વધતા જોતા આંત૨ જિલ્લા બસ સેવાને સ્થગિત કરી દીધી છે.15 જૂનથી ગુવાહાટીમાં નવા કોરોનાવાયરસ દર્દીઓમાં તીવ્ર વધારાના પગલે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે.
કેબિનેટ મંત્રી હેમંત બિસ્વા સરમાએ વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, ‘ગુવાહાટીમાં રવિવારની મધ્યરાત્રિથી બે અઠવાડિયા સુધી સંપૂર્ણ લોકડાઉન જોવા મળશે. પ્રથમ સાત દિવસ માટે ફક્ત મેડિકલ દુકાનો અને હોસ્પિટલો ખુલ્લી રહેશે. બાકીનું બધું બંધ રહેશે.’ 6300 થી વધુ કોરોના વાયરસના કેસો સાથે આસામ એ ભારતના ઉત્તર પૂવીય રાજયો માં સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાંનું એક છે.